GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

VIDEO : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદથી સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી

ભાવનગરમાં ભારે પવનના કારણે સોલાર પેનલો ઉડી હતી. ભાવનગર યુનિવર્સિટીના કાર્યાલયની સોલાર પેનલો ઉડી ગઇ હતી. સોલાર પેનલો ઉડતા કોઈ જાનહાની થઈ ન હતી. પાંચ પાર્ક કરેલી બાઇકોને પણ નુકશાન થયું હતુ. શહેરમાં ધડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. શહેરના ફુલસર, જુના બંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેથી કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. વાવાઝોડાની અસરના પગલે શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો.

રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ખેતીના પાકને ભારે નુકશાન

અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા બાજરીના પાક જમીન દોસ્ત થઇ ગયો હતો. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વીજળી પડતા એક ભેંસનું મોત થતાં પશુપાલકને નુકસાન થયુ. અગાઉ પણ આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી માવઠું થયું હતું. ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો

વલસાડના કપરાડાના સુથારપાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડામાં વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે પવન સાથે વરસાદ પડતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

ધારી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ

અમરેલી જીલ્લામાં વાતાવરણ પલ્ટાયુ હતુ. ધારી પંથકમા સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો હતો.ધારી સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની સંભાવના.

તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો

તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી વ્યારા,વાલોડ અને સોનગઢ સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ત્યારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો જેથી કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો

હવામાન વિભાગની આગાહી બાદ સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે અહીયા વરસાદી માહોલ જામ્યો. તેમજ સચિન હાઈવે પર એક વરસાદી ઝાપટું પણ પડ્યું છે અને વાતાવરણમાં પલટો આવાતા ઠંડક પ્રસરી ગઈ જેથી લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લામાં આવેલ બારડોલી, કડોદરા, માંડવી સહિતના તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમાન થયું છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીયા ગરમીને કારણે ભયંકર ઉકળાટ હતો. પરંતુ વરસાદ પડતાજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકોએ રાહત અનુભવી છે. જોકે મહત્વનું છે કે ભારે વરસાદને કારણે તાલુકાઓમાં ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો. તો ધાનેરામાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો

નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

તો આ તરફ અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે.

READ ALSO

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!