ભાવનગર મહાનગરપાલિકાના ઘેર ઘેર કચરો ઉઘરાવતા ટેમ્પલ બેલના કોન્ટ્રાકટરો દ્વારા ટેમ્પલમાં પથ્થર ભરી અને વજન વધારી મહાનગરપાલિકાને ખંખેરી લેવાનો કીમિયો ખુદ મહાનગરપાલિકાના નગરસેવિકાએ બહાર પડ્યો છે… જેને લઇને વિપક્ષ સહિતના આગેવાનો દ્વારા શાસક પક્ષ ,અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ઓમ સ્વચ્છતા એજન્સી નામમાં જેટલી પવિત્રતા છે…તેની સામે કર્મો એટલા કૌભાંડી છે.વાત છે ભાવનગર મનપાએ નિયુક્ત કરેલી એ એજન્સીની…જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવાનું કામ કરે છે…કોન્ટ્રાકટ મુજબ આ એજન્સીની એક ગાડીએ રોજનો 1700 કિલો કચરો ડમ્પિંગ સાઇટ પર ઠલવવાનો રહેતો હોય છે…પરંતુ કચરામાં પણ કટકી કેવી રીતે થાય તેનો કીમિયો આ એજન્સીએ શોધી લીધો… અને આ વાતનો મહાનગર પાલિકાના એક મહિલા નગર સેવિકાએ પર્દાફાશ કર્યો.
કોન્ટ્રાકટના નિયમ મુજબ જો ગાડીએ તેમના નિયત વજન મુજબના કચરાનું કલેકશન ન કર્યું હોય તો પેનલ્ટી ચૂકવવાની રહેતી હોય છે…જેથી 1700 કિલો વજનનો ટાર્ગેટ જલદી પૂરો થઇ જાય તે માટે ઓમ સ્વચ્છતા એજન્સીની ગાડીઓમાં મોટા મોટા વજનદાર પથરા અને ડામરના પોપડા ભરવાના કૌભાંડનો પર્દાફાશ કરતા કૌભાંડ કરનારી એજન્સીને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પૂર્વ વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા દર મહિને કચરો ઉપાડવા માટે નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.. 103 ટેમ્પલ બેલ કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યા છે. જ્યારે બીજા 50 ટેમ્પલ બેલ મહાનગરપાલિકાના જ પોતાના હોય અને જે પણ આજ એજન્સીને ચલાવવા માટે આપેલા છે.. જેના સાડા સત્તર લાખ રૂપિયા ચૂકવાય છે એટલે કે દર મહિને મહાનગરપાલિકા 67 લાખ કરતાં વધુ રકમ ચૂકવે છે.
સૌના સાથ સૌના વિકાસની વાતો અહીં કૌભાંડમાં સાર્થક થતી હોય છે અહીં સાથ મળી રહ્યો છે અને કચરામાંથી કૌભાંડ કરીને વિકાસ પણ થઇ રહ્યો છે…ત્યારે કચરાને પણ ન છોડતા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગણી ઉઠી છે.

READ ALSO
- ઉનાળામાં કસરત કરવાનો કયો છે શ્રેષ્ઠ સમય? જાણો શું કહે છે નિષ્ણાંતો, કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા