GSTV

રૂપાણી સરકારને ઝટકો, આ સહકારી બેન્કોએ લોન આપવાની પાડી દીધી ના

લોન

Last Updated on May 23, 2020 by Arohi

ગુજરાત સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર સહાય લોન યોજના હેઠળ લોન મેળવનારાઓ તરફથી પરત ચૂકવણી ન કરવામાં આવે તો સહકારી બેન્કોની એનપીએ વધી જવાની સંભાવના રહેલી છે તેવી બૂમ એક તરફ ઊઠી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકારના સહકાર સચિવ મનીષ ભારદ્વાજનું કહેવું છે કે સહકારી બેન્ક આ યોજના હેઠળ લોન લેનારા પાસે ગેરેન્ટરનું નામ તો લેશે પરંતુ લોનની રકમ એનપીએ થાય તેવા સંજોગોમાં ગેરેન્ટર પાસેથી બેન્ક બાકી રકમ વસૂલ કરશે નહિ.

બેન્કની બહાર લગાવવામાં આવ્યું છે આવું પાટિયું

સરકાર ગમે તે કહેતી હોય પરંતુ અમે આ યોજના હેઠળ ધિરાણ આપવા જ માગતા નથી એવું પાટિયું બેન્કની ઓફિસ પર લગાવીને સુરેન્દ્ર નગર જિલ્લા સહકારી બેન્કે આત્મનિર્ભર સહાય યોજના હેઠળ ધિરાણ કરવાની ધરાર ના પાડી દીધી છે. ભાવનગર જિલ્લા સહકારી બેન્ક પણ સિક્યોરિટી વિના એક પણ પૈસાનું ધિરાણ આપવા ન માગતી હોવાની જાહેરાત કરી દીધી છે.

મદદ કરવાના ઈરાદા સાથે યોજના જાહેર

સહકારી બેન્કો સિક્યોરિટી વિના લોન આપશે તેવી જાહેરાત કરવા પાછળનો ઇરાદો થાપણદારોના પૈસા જે માગશે તેને મળી જશે તેવો નથી. પરંતુ બેન્કોની મૂડી પણ સચવાય અને લોકોને કોરોના વાઈરસના ચેપને કારણે આવેલા લેકડાઉનના ગાળામાં પડેલી તકલીફોમાંથી બહાર નીકળવામાં મદદ મળી રહે તેવા ઇરાદા સાથે આ યોજના જાહેર કરવામાં આવી છે.

તેથી જ લોન માટે અરજી કરનારાઓ પાસે ગુમાસ્તા ધારાનો દાખલો, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતો શ્રમિક નંબર, કુટુંબના તમામ સભ્યના આધારકાર્ડ, રેશનકાર્ડ, પના કાર્ડની વિગતો માગી રહ્યા છે. લોન લેનાર ઉપરાંત જામીન બનનારના ફોટા પણ માગવામાં આવ્યા છે. તેમ જ મામલતદાર પાસેથી અરજદારની આવકનું પ્રમાણપત્ર પણ મંગાવવામાં આવ્યું છે.

Read Also

Related posts

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta

શરૂ થશે નવી ઈનિંગ? પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભાના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા પ્રબળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!