GSTV

રંધોળા પાસે અકસ્માત : 31 જાનૈયાઓનાં મોત, મૃતકને રૂપિયા 4 લાખની સહાય

ભાવનગર રાજકોટ હાઈવે પર જાનૈયાઓને લઈ જતી ટ્રક નાળામાં ખાબકતા ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 31થી વધુ લોકોના મોતની આશંકા છે અને હજુ મૃત્યુઆંક વધી શકે છે. 60થી વધુ જાનૈયાઓ ભરેલી ટ્રક રંઘોળા ગામ પાસેથી પસાર થતી હતી. ત્યારે તે ટ્રક નાળામાં ખાબકી હતી અને નાળામાં ટ્રક ઉંધી પડતા સંખ્યાબંધ લોકો ટ્રકની નીચે દબાયા છે. અા ઘટના અંગે હજુ પણ વરરાજા અજાણ છે. કમનસીબી અે છેકે, વરરાજાના માતા-પિતાના મોત થયાના સમાચાર વચ્ચે દિકરો લગ્ન કરી રહ્યો છે. મુખ્યમંત્રીઅે પણ સંવેદના વ્યક્ત કરી મૃતકને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઘટના અંગે પણ તપાસના અાદેશ કરાયા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્ર ને સૂચનાઓ આપી છે. મૃતકોના મૃતદેહ પરિવાર જનો ને ત્વરાએ સોંપવામાં આવે તથા ઘટનાની તપાસ માટે પણ મુખ્યમંત્રી એ આદેશો આપ્યા છે.

પીઅેમ મોદીઅે પણ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી

અનિડા ગામના કોળી પરિવારની જાનને આ અકસ્માત નડ્યો છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતા  ભાવનગરની 108 એમ્બુલન્સની 108 ગાડીઓની મદદ લેવામાં આવી છે અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. આ અકસ્માતને લઈને સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરીમાં જોડાયા છે. સવારે ટ્રક નાળામાં ખાબકીને ટ્રક નીચે દબાયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાન સિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલા અનિડા ગામથી નીકળી હતી. લગ્ન પ્રસંગે ઢસા તરફ જતાં સમયે બનેલી કરુણાતિકાથી ભારે અરેરાટી વ્યાપી છે. જાન ઢસાના ટાકમ ગામે જતી હતી.

ટ્રક પલટવાની ઘટના બનતાં નીચે દબાયેલા અને ઘાયલ થયેલાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢ્યા હતા. તો 26થી વધુ મોતને ભેટતા ચારેબાજુ લાશોના ઢગલા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ભાવનગર ના રંઘોળા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત માં જાન ગુમાવનારા કમનસીબ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માત માં ઇજા પામેલા ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે જિલ્લાના વહીવટી તંત્ર ને તાકીદ ની સૂચનાઓ આપી છે. તેમણે આ દુર્ઘટના અંગે નો અહેવાલ ત્વરિત  આપવા જિલ્લા કલેક્ટર ને જણાવ્યું છે.

અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન ટાટમ ગામે નિધાર્યા હોય આજે વહેલી સવારે જાન ટ્રકમાં જવા રવાના થઇ હતી. વરરાજા પણ ટ્રકમાં જ જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર મગાવી લીધી હતી. અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઇ અને તેના પત્નીનું મોત થયા હોવાની વિગતો છે.

ટાટમ ગામે કોળી પરિવારની બે દિકરીઓના લગ્ન થઇ રહ્યા છે. જેમાં એક જામ બોટાદના શિયાનગરથી અને બીજી જાન પાલિતાણાના અનીડા ગામેથી આવી હતી. ટાટમ ગામે બન્ને વરરાજાના કન્યાપક્ષ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. લગ્નનો માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે. કન્યા પક્ષ દ્વારા જમવાનું પણ તૈયાર થઇ રહ્યું છે.

જાનૈયાંને કાળભરખી ગયો, 31નાં મોત થયા ઃ ગમ્ખવાર અકસ્માત

આ પુલ પરથી ટ્રક ચાલક ઓવરટ્રેક કરવા ગયો અને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબક્યાની પણ એક વાત બહાર આવી રહી છે. ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તે હાલ ફરાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા. અા લગ્નનાં ગીતો માતમના ગીતોમાં ફેરવાઈ ગયાં છે.

 

Related posts

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah

Corona કહેર બનીને વરસી રહ્યો છે દુનિયાભરમાં, કાળમુખો અત્યાર સુધીમાં 47,245 લોકોને ભરખી ગયો

Ankita Trada

કોરોનાનો ભરડો: વડોદરામાં કોરોનાના કારણે પ્રથમ મોત, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક સાત સુધી પહોંચી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!