મહુવા તાલુકાના બિલડીથી માઢીયા રોડ પરથી સસલા પાછળ બાઈક દોડાવી હેરાન કરાતા હોવાનો વીડીઓ વાયરલ થતા બે શખ્સોને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. તારીખ 07-12-2021 ના રાત્રીના કલાકે બિલડીથી માઢીયા રોડ પર સસલાંની પાછળ પાછળ બાઈક દોડાવીને સસલાં ને હેરાન કરતા હતા.

સમગ્ર ઘટનાનો વીડીઓ વાયરલ થતા જેની જાણ જેસર ફોરેસ્ટ વિભાગને થતાં મહુવા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જે બાદ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી. જેમાં મહુવા ફોરેસ્ટ રેન્જના સ્ટાફ તથા જેસર ફોરેસ્ટ રેન્જ સ્ટાફ દ્વારા બે શખ્સો કરણ ભાઈ વાઘેલા, કલ્પેશ મકવાણા નામના બે શખ્સોને ઝડપી પડાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત