GSTV
Bhavnagar Trending ગુજરાત

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા: ભાવ તળિયે જતા જગતના તાતને રડવાનો આવ્યો વારો, ખેડૂતોને પડી રહી છે બેવડી માર

ડુંગળી

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના કારણે પહેલા ગરીબો અને હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કેમકે જે પ્રમાણે ખર્ચ કરીને મહામહેનતે ખેડૂતોએ ડુંગળી ખેડૂતો પકવી તેની સામે ડુંગળીના ભાવો તળિયે બેસી જતા હવે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

ડુંગળી

આ વર્ષે ભાવનગર જીલ્લામાં કસ્તુરીનું કમઠાણ જોવા મળ્યું. ડુંગળીમાં ભાવો ઉચા રહ્યા હતા પરંતુ જેવી જ યાર્ડમાં ડુંગળીની આવક શરુ થઈ ત્યારે જ ડુંગળીના ભાવો સતત ગગડી રહ્યા છે. એક વીઘે 45થી 50 હજારનો ખર્ચ થઈ જતો હોય છે અને તેની સામે આ ઉપજ માત્ર 30થી 40 હજારની જ થતી હોવાના કારણે ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

જો કે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રોજ 40 હજાર બોરી કરતા વધુ આવક છે અને જેના કારણે નારી ચોકડી ખાતે યાર્ડ દ્વારા ડુંગળી ઉતારવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હાલ 150થી લઈને 450 સુધીના ભાવો આવતા ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે. જો કે ખેડૂતોના જણાવ્યા મુજબ 1000 કરતા વધુ ભાવો આવે તોજ તેમને પોસાય તેમ છે.

કમોસમી વરસાદના કારણે ડુંગળીના રોપ ઉગેલા બળી ગયા, અને જ્યારે ડુંગળી પાક પર આવી ત્યારે જીવાતોનો ઉપદ્રવ અને રોગના કારણે ડુંગળીનો તૈયાર પાક નાશ પામ્યો અને જે બચ્યો તેમાં ડુંગળી નાની સાઈઝમાં રહી ગઈ એટલેકે ઉત્પાદન ઘટ્યું, આમ આ વર્ષે રાતદિવસ મહેનત કરવા છતાં પણ મહેનત પ્રમાણે ઉત્પાદન આવ્યું નથી.

ડુંગળી

હાલ જે પ્રમાણે ભાવો આવે છે તેને લઈને ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે અને આયાત બંધ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા પણ કોઈ પોલીસી નક્કી કરીને ખેડૂતોને એક હજાર કરતા વધુ ભાવ આવે તવી વ્યવસ્થા કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu
GSTV