ભાવનગરમાં કોલસેન્ટર દ્વારા ચલાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. ના ત્રણ શખ્સો અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડીના કેસમાં ઝડપાયા છે. એસએમએસ અને ઇ-મેલ કરી લોન માટે ઓફર કરતા હતા અને સીબીલ સ્કોર સારો કરવા માટે અલગ અલગ સ્કીમો બતાવી છેતરપિંડી કરતા હતા. ફરિયાદ નોંધાતા એલસીબી અને એસઓજીની ટીમે ઘોઘારોડ પર કૈલાસ સોસાયટીમાં રહેતા નિકુંજ ચૌહાણના ઘરે તપાસ કરી.


પોલીસે નિકુંજ ચૌહાણ, મયુર રાઠોડ અને કૃણાલ પરમારના વોટસએપ મારફતે અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવ્યા હતા. આ લીડ ડેટા આધારે ગૂગલ વોઇસ નામની વેબસાઇટ પરથી લોન મંજૂર થયાના એસએમએસ તથા ઇ-મેઇલ કરતા હતા. લોન માટે ફોન કરીને અમેરીકન બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી પૈસા પડાવતા હતા. પોલીસે બે લેપટોપ અને ચાર મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો