GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

પાલીતાણાના પાંચપીપળા ગામે આંગણવાડીની સામે ગંદકીના ઢગ

એક બાજુ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે સ્વચ્છ ગુજરાત, ભણશે ગુજરાત જેવી જાહેરાતો કરવામાં આવે છે પણ આવી જાહેરાતોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અનેક જગ્યાએ ગંદકીના ઢગ ખડકાયેલા છે. પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામે આંગણવાડીની સામે ગંદકી ફેલાઈ રહી છે. અને પંચાયત પાસે ગંદકી દૂર કરવામાં કોઈ રસ નથી. ત્યારે બાળકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતી સેવાઈ રહી છે.

આંગણવાડીમાં ભાવિ ઘડવા આવતા આ બાળકોનું સ્વાસ્થ્ય કથળશે તેવી ભીતી હોવા છતાં વાલીઓ મજબૂર બન્યાં છે. આ વાત છે પાલિતાણામાં આવેલી પાંચપીપળા આંગણવાડીની. આ આંગણવાડીની બહાર જ ભયંકર ગંદકી છે. અને તેને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. રાજ્ય સરકારે સ્વચ્છતા અભિયાન અને ભણશે ગુજરાતના સૂત્રો આપ્યા છે. પણ તેનો કેવો અમલ થાય છે તે આ દ્રશ્યો જ બોલે છે.

છેલ્લાં ૧૫ દિવસ થી ગટરની લાઈન ચોકઅપ થઈ જવાથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. પણ નાણાના અભાવે ગ્રામ પંચાયત સાફસફાઈ કરવતી નથી. તેથી ગંદકી વધી રહી છે.

ગટર લાઈન રીપેરીંગ કરવાના નાણા ન હોવાથી લોકોને સ્વખર્ચે સાફસફાઈ કરાવી દો તેવું સરપંચે કહ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

 

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!