GSTV
Bhavnagar ગુજરાત ટોપ સ્ટોરી

દીવા તળે અંધારું / દેશના આરોગ્ય પ્રધાનના જિલ્લાની મેડિકલ કોલેજનું બિલ્ડિંગ થયુ જર્જરિત, આ કારણે અભ્યાસ સાથે ડિગ્રી ઉપર પણ પડશે અસર

કોલેજ

ભાવનગર સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં થઈ જતા અભ્યાસ કરી રહેલા 900 કરતાં વધુ વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેનો મેડિકલ કોલેજના તમામ સ્ટુડન્ટોએ કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી અને દેશના આરોગ્ય મંત્રી ભાવનગર જિલ્લાના હોવા છતાં મૌન સેવી રહ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે.

કોલેજ

શુક્રવારે પણ ભગવાન ભરોસે ચાલતી મેડિકલ કોલેજ બાબતે ભગવાન જગન્નાથજી ને પત્ર લખી પોતાની માંગ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે NMCનાં નિયમોથી વંચિત સ્થળે સ્થળાંતર કરવાના ઠરાવથી ડોક્ટરોની ડિગ્રી સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. મેડિકલના વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈ વારંવાર સરકારને રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કોઈ નિર્ણય નહીં લેવાતા તમામ સ્ટુડન્ટોએ ભગવાન જગન્નાથને પત્ર લખી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

ભાવનગરની એકમાત્ર સરકારી મેડિકલ કોલેજ ફક્ત 20 વર્ષમાં જ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. આ કોલેજના સ્ટ્રકચર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ માત્ર 20 વર્ષમાં હોસ્પિટલમાંથી પોપડા પડી રહ્યા છે, જેની તપાસ કરવાના બદલે મેડિકલ પ્રશાસન ઠરાવ પાસ કરી અભ્યાસ કરી રહેલા 900 વિદ્યાર્થીઓને નિયમોના બહારના સ્થળે સ્થળાંતર કરી રીનોવેશનનું કામ હાથ ધરી રહી છે. એક તરફ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ છે જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના નિર્ણયથી સ્ટુડન્ટોના અભ્યાસ પર અસર પડી રહી છે.

કોલેજ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બંને ભાવનગર જિલ્લાના હોવા છતાં પણ મેડિકલ કોલેજના સ્ટુડન્ટોને સાથે અન્યાય થઈ રહ્યો છે. જે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તે NMC નિયમમાં આવી રહ્યું નથી જેના કારણે અભ્યાસ સાથે ડિગ્રી ઉપર પણ અસર પડે છે. સાથે જ તે જગ્યા શહેરથી દૂર હોય તેમને હોસ્પિટલ વન જવન માટે પણ મુશ્કેલી પડી શકે છે. જેથી મેડિકલના વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈ વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંતે તમામ સ્ટુડન્ટોએ અનોખો વિરોધ દર્શાવી ગઈકાલે ભગવાન ભરોસે ચાલતી મેડિકલ કોલેજ બાબતે ભગવાન જગન્નાથજીને પત્ર લખી પોતાની માંગ રજૂ કરી હતી. જ્યારે સ્થાનિક પ્રશાસન અને રાજકીય પક્ષના નેતાને મેડિકલ કોલેજના 900 સ્ટુડન્ટોની કોઈ ચિંતા જ ન હોય તે પ્રકારે હાથ અદ્ધર કરી લીધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

લહેરા દો…ગુજરાતનું અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામડું, જયાં દૈનિક ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

Binas Saiyed
GSTV