GSTV
Gujarat Government Advertisement

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બપોરના 1 વાગ્યા સુધી હરાજી ન થતા ધોમધખતા તાપમાં ખેડૂતો થયા હેરાન

Last Updated on October 17, 2020 by

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ખેડૂતો પોતાનો કપાસ લઈને આવ્યા હતા, માર્કેટિંગ યાર્ડ ના નિયમ મુજબ તમામ લોકો વહેલી સવારે જ કપાસ લઈ અને યાર્ડમાં આવી ગયા હતા, પરંતુ યાર્ડ દ્વારા બપોરના ૧ વાગ્યા સુધી કપાસની હરાજી શરૂ ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. એક બાજુ તેમને વહેલી સવારે બોલાવવામાં આવે છે અને બીજી બાજુ અડધો દિવસ સુધી હરાજી શરૂ કરવામાં નથી આવતી ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ખેડૂતો જણાવી રહ્યા હતા કે હાલ કપાસની મગફળીની સિઝન હોય તો પોતાનું કામ પાડી અને યાર્ડમાં માં કપાસ વેચવા માટે આવતા હોય છે તેને આખો દિવસ જતો રહે એટલે તેમને ભારે નુકસાની સહન કરવાનો વારો આવે છે. બીજી તરફ યાર્ડના સત્તાધીશો કલાકો સુધી તેમની કોઈ વાત સાંભળતા નથી જેને લઇને તેઓ રોષે ભરાયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!