ભાવનગર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુટણખાના ઝડપી પાડ્યા છે. અને એક સગીરા સહિત સાત મહિલાઓને મુક્ત કરાવી છે.જ્યારે ત્રણ પુરુષોની ધરપકડ કરી છે. બોરતળાવ પાસેન રેલવે ક્વાર્ટર માં ફિરોઝ ઉર્ફે લાલો નામનો શખ્સ બહારથી રૂપલલનાઓ બોલાવી દેહવ્યાપાર ચલાવતો હતો. જ્યાંથી છ મહિલાઓ અને બે પુરુષની ધરપકડ કરી છે. તો શહેરના નિલમબાગમાં આવેલા જ્યોતિ ફ્લેટમાંથી કુટણખાનુ ચલાવતી મહિલા, સગીરા અને પુરુષને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત વડવા વિસ્તારમાં પણ કુટણખાનું ચાલતું જે કુટણખાનું ઝડપ્યું તેમાં દેહવ્યાપાર કરતી ઝડપાયેલી યુવતી સગીર વયની છે. આવા કિસ્સામાં 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે સભ્ય સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સાઓ છે કે સગીર વયમાં આવી યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે.
READ ALSO
- પાકિસ્તાનમાં ખાવાના ફાંફા, લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ
- upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ
- બ્રેઈન ડેડ લેઉઆ પટેલ યુવકના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન, પિતાએ કહ્યું- દીકરો આ દુનિયામાં જીવી રહ્યાની અમને લાગણી થશે
- ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો
- Kajol Post/ કાજોલે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ