ભાવનગરમાં જીતુ વાઘાણીના કાર્યક્રમમાં હોબાળો થયો

ભાવનગરના કુંભારવાડામાં 10 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ સમયે થોડી વાર માટે હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કુંભારવાડામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે કોંગ્રેસના નગર સેવક અરવિંદ પરમાર લોકોના ટોળા સાથે જીતુ વાઘાણીને રજૂઆત માટે પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને ટોળા સાથે રોક્યા હતા. જોકે બાદમાં જીતુ વાઘાણીએ તેમની રજૂઆત સાંભળી હતી.

શું છે યોજના

ભાવનગરના કુંભારવાડા ખાતે ત્રણ કરોડના ખર્ચે મીની હોસ્પિટલ સમાન સીએચસી અર્બન હેલ્થ સેન્ટર બનશે. જ્યાં 30 બેડની સુવિધા, આઠ સ્પેશ્યાલીસ્ટ તબીબોની ટીમ, દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તેવી સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જીતુ વાઘાણીએ કુંભારવાડાથી નારી સુધીના સીસી રોડ સહિતના 10 કરોડથી વધુ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter