GSTV
Bhavnagar ગુજરાત

ગુજરાતનું ગૌરવ / રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ મેળવનાર ભાવનગરના સિંચાઈ વિભાગના પ્રથમ અધિકારી, દેશનું નામ કર્યું રોશન

national level engineering award

ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે એમ.વિશ્વૈસરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ખ્યાતનામ ઇજનેર એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશમાં ઈજનેરી કૌશલ્ય દાખવી અને ઇજનેરી ક્ષેત્રે રાષ્ટ્રના વિકાસ માટેની મહત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડી.આર. પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

છેલ્લાં ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી રહેલ છે

પટેલ દ્વારા ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લાં ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી રહેલ છે. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

ડી.આર.પટેલ અત્યારે ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવી રહેલ છે અને તેમના સગન પ્રયત્નોના કારણે સફળતાપૂર્વક યોજના પૂર્ણ કરેલ છે. પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

આ જ રીતે ડી.આર.પટેલ તેમના ભવિષ્યમાં જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરતા રહે અને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતા રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

તેઓને વર્ષ-૨૦૧૯માં સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી, વર્ષ-૨૦૧૯માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારના કામોને ટેક્નિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-૨૦૨૦માં ભાવનગરમાં કોરોના વોરિયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે. આમ, કુશળ ઇજનેરી કૌશલ્યના ક્ષેત્રમાં પોતાની જ્વલંત સિદ્ધિઓના સથવારે ભારત દેશના મહાન ઇજનેર એમ. વિશ્વેસરૈયા નામનો એવોર્ડ મેળવવાથી ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન થયું છે.

READ ALSO :

Related posts

રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

pratikshah

ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા

pratikshah

કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ

pratikshah
GSTV