GSTV

GPCL દ્વારા જમીનનો કબજો મેળવવા પ્રયાસ : વિરોધ કરતા લોકોને દૂર કરવા ટીયર ગેસના સેલ છોડાયા

Last Updated on April 1, 2018 by

ભાવનગરના હોઈદડ અને આસપાસના વિસ્તારમાં જમીન મામલે મામલો બિચક્યો છે. જીપીસીએલ દ્વારા જમીનનો કબજો લેવાના મામલે સ્થિતિ તંગ બની છે. જીપીસીએલ કંપનીના અધિકારીઓ મોટા પોલીસ કાફલા સાથે જમીનનો કબજો લેવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. અને કાર્યવાહીનો વિરોધ કર્યો. સ્થિતિ તંગ બનતા પોલીસે ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. લગભગ પાંચ હજાર જેટલો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. ઘોઘા તાલુકાના હોઈદડ-પડવા-બાડી-ખડસલીયા-સહિતના આજુબાજુના ૧૨ ગામના ખેડૂતોની જમીન સરકાર દ્વારા જીપીસીએલ કંપની માટે સંપાદિત કરવામાં આવી હતી. અને હવે વર્ષો બાદ કંપની કોઈપણ સંજોગમાં આ જમીનનો કબજો મેળવવા ઈચ્છી રહી છે. ત્યારે આ ૧૨ ગામના લોકો પણ કોઈપણ સંજોગોમાં જમીન નહીં આપીએ તેવી નિર્ધાર કરીને બેઠા છે. આ મામલે ૧૨ ગામના લોકોએ તા.૨૬ થી તા.૪ એપ્રિલ દરમિયાન ઘોઘા તાલુકાના પડવા ગામથી વિશાળ સંખ્યામાં પદયાત્રા યોજી ગાંધીનગર જઈ સરકારને રજૂઆત કરવાની તૈયારીઓ હતી. પરંતુ અંત સમયમાં તંત્ર દ્વારા મંજુરી નહીં આપી અને તેમના આંદોલનને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ૧૨ ગામની જમીન વર્ષ ૧૯૯૭ તેમજ ત્યારબાદના જુદાજુદા સમયે સરકારી લિગ્નાઇટ કંપની જીપીસીએલ દ્વારા સંપાદિત કરવામાં આવી હતી.  જો કે ૧૯૯૭ બાદ આં તમામ જમીનો જીપીસીએલની માલિકીની છે અને હાલ ભાવનગર નજીકના પડવા પ્લાન્ટમાં પણ લિગ્નાઇટની તંગી સર્જાઈ છે જેના કારણે સરકાર દ્વારા આ સંપાદિત કરેલ જમીન પર તાકીદે માઈનીંગ કામગીરી શરુ કરવાના આદેશના પગલે છેલ્લા ઘણા દિવસો પહેલા જીપીસીએલ દ્વારા આ જમીન પર કબજો મેળવવા માટે પ્રયાસો કરાઇ રહ્યા છે.

 

 

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!