ભાવનગર જિલ્લામાં ઘોઘા, અલંગ સહિતનો દરિયો તોફાની બન્યો હતો.અમાસની હાઈટાઇડ ભરતીના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા.ઘોઘામાં હાઈટાઇડના કારણે દરિયાના પાણી ગામમાં ઘુસ્યા હતા.ઘોઘા ખાતે આવેલા પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હોવાથી પાણી ગામમાં ઘુસ્યા હતા.જો કે દરિયાને મનભરીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સાથે ઊનાના દરિયાઈ પટ્ટીના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.અસહ્ય ગરમી બાદ વાતાવરણમા ઠંડક પ્રસરતા લોકો ખુશખુશાલ થઇ ગયા હતા.તો ચોમાસુ ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે.ત્યારે કેન્દ્ર શાસીત દીવમા ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે પ્રવાસીઓને મોજ પડી ગઇ હતી