GSTV

ભાવનગરઃ ગુજરાતભરમાંથી સવા લાખથી વધુ લોકોએ આપી વિકાસ વર્તુળ દ્વારા આયોજીત સામાન્ય જ્ઞાનની પરીક્ષા

ભાવનગરમાં વિકાસ વર્તુળ દ્વારા યોજવામાં આવેલી સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં ગુજરાતભરમાંથી સવા લાખથી વધુ લોકોએ 1100 કેન્દ્ર પર પરીક્ષા આપી હતી. ભાવનગર શહેર અને જીલ્લામાં ૧૯,૦૦૦ વિદ્યાર્થીઓએ સામાન્ય જ્ઞાનની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીથી લઇને કોલેજ અને નોકરીવાંછુક તમામ લોકો પરીક્ષામાં જોડાયા હતા.

આ પરીક્ષા ૧૨૦ માર્ક્સની હોય છે. જેમાં સામાન્ય જ્ઞાન, બુદ્ધિચાતુર્ય, કોમ્પ્યુટર જ્ઞાન, અવલોકન કસોટી, અંગ્રેજી-ગુજરાતી ભાષા અને ગણિતના પ્રશ્નો અભ્યાસ અનુસાર પૂછવામાં આવે છે. પરીક્ષામાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રથમ ૧૦૦માં સ્થાન મેળવનાર પાંચમાં ધોરણથી લઈને કોલેજના વિદ્યાર્થીઓને ચાર લાખથી વધુ રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવે છે.

 

 

 

Related posts

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, ગંભીર રોગનો ભોગ બની રહ્યા છે !

Pravin Makwana

અમદાવાદ/ વેપારીઓ સામે થયેલા બળાત્કાર કેસમાં આવ્યો નવો ખુલાસો, 1 લાખ રૂપિયા આપી યુવતીને બહારથી બોલાવી

Pravin Makwana

અમદાવાદ/ રિવરફ્રન્ટ હાઉસના ચોથા માળે પાંચ વર્ષ માટે RBIએ જગ્યા ભાડે રાખી, આટલું ભાડૂ ચૂકવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!