GSTV

૧૦ થી ૧૨ ગામના માછીમારોએ કહ્યું અમોને દરિયામાં છે આ લોકોથી જીવનું જોખમ

ભાવનગર જીલ્લાના તળાજા,મહુવા અને ઘોઘા સહિતના દરિયાકિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકો મોટાભાગે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી રાજુલા અને જાફરાબાદના માછીમારના કારણે તેમને હોડીઓમાં નુકશાની તેમજ જીવનું જોખમ ઉભું થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યા ૧૦ થી ૧૨ ગામના લોકો કલેકટરને આવેદનપત્ર પાઠવવા આવી પહોચ્યા હતા.

ભાવનગર જિલ્લના ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના દરિયાકિનારાના લોકો મોટાભાગે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને તળાજા તાલુકાના સરતાનપર ગામના ૯૦ ટકા લોકો માછીમારી કરે છે. તેઓ તળાજાથી મહુવાના દરિયામાં નાની બોટો લઈને મચ્છીમારી કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજુલા અને જાફરાબાદના માછીમારો દ્વારા ટોલરબોટ લઈને દરિયામાં મોટા મોટા લોખંડના પાઈપો નાખી અને તેમાં જાળ બાંધી અને માછીમારી કરવા આવે છે.

જો કે આ લોખંડના પાઈપો નાની બોટોને નુકશાન પહોચાડે છે તેમજ બોટ પલટી મારી જવાનો ડર રહે છે જેથી માછીમારોના જીવનું પણ જોખમ રહેલ છે, આવા સમયે છેલ્લા કેટલાય દિવસોથી તળાજાના માછીમારો માછીમારી કરવ જઈ શકતા નથી અને તેમનો રોજગાર બદંહ થી ગયો છે, જેને લઈને આજે સરતાનપર સહિતના ગામના લોકો મોટી સંખ્યામાં ભાવનગર કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવી અને આ અંગે ઘટતું કરવા માંગ કરી હતી.

READ ALSO

Related posts

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah

આસારામના ભક્તોએ જેલમુક્તિ માટે કરી માંગ, શું આસારામ માટે રસ્તો સરળ રહેશે ?

Bansari

કોરાના વાયરસનો પ્રકોપ: દેશનાં પ.બંગાળનાં આ ગામમાં કોરોનાના ડરથી યુવકોને ન આપી એન્ટ્રી, આ રીતે કરાયા કોરોન્ટાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!