ભાવનગર : ખેડૂતો પર પોલીસ દમનના પડ્યા ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ

ભાવનગરના તલ્લી ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ દમનના ઉગ્ર પડઘા પડ્યા છે. પોલીસ દમનના વિરોધમાં હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. પોલીસ દમનના વિરોધમાં તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઉંચા કોટડા અને મેથળા સહિતના ગામોમાં આજે સજ્જડ બંધ છેય. ખેડૂતોની માગ છે કે, પોલીસ દ્વારા જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. તેમનો છુટકારો કરવામાં નહીં આવે ત્યા સુધી આજુબાજૂના 6 ગામને સજ્જડ બંધ રાખવામાં આવશે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા ખેડૂતો પર આજીવન કેજની સજા થાય તેવી કલમો લાગૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. જે દરમ્યાન ખેડૂતોએ માઇનિંગ સાઈટ પર ગેરકાયદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કરતા પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેના વિરોધમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા માઈનિંગ કરવામાં આવતા આજુ-બાજુના વિસ્તારમાં ખેતીને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. ત્યારે ડાથા પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter