GSTV

૩.૧૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું વેર હાઉસ, 4 હજાર EVM સાચવી શકાય તેવી વ્યવસ્થા

રાજ્યમાં યોજાતી તમામ ચુંટણીઓ પારદર્શક રીતે યોજાય તે બાબતે દેશનું ચૂંટણીપંચ ખાસ તકેદારી રાખી રહ્યું છે. ઈવીએમને કાયમી સુરક્ષિત કરવા ચુંટણી પંચની ગાઈડ લાઈન મુજબ વેરહાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેરના વિદ્યાનગર સીટી મામલતદાર કચેરીની બાજુમાં ૩.૧૪ કરોડના ખર્ચે વેર હાઉસનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. બે માળના આ બિલ્ડીંગના બંને માળ પર ૪૦૮ જેટલી રેન્કમાં ૪ હજાર જેટલા ઈ.વી.એમ મશીન સાચવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે ઇવીએમ યુનિટો સાચવવા માટે વેરહાઉસની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી ઇ.વી.એમ. યુનિટોને ચૂંટણી બાદ શૈક્ષણિક સંસ્થામાં રાખવા પડતા હતા. આગામી લોકસભાની ચૂંટણી બાદ ઈવીએમ યુનિટો નવનિર્મિત વેરહાઉસમાં રાખવામાં આવશે. ચુંટણીની પારદર્શિતા વધુ મજબુત બની શકશે.

Read Also

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!