ભાવનગરમાં ડબલ મર્ડરની ઘટનાનો આરોપી ઝડપાયો, ગુનાઓની કરી કબૂલાત

ભાવનગરના મોણપુર ગામે ડબલ મર્ડરની ઘટનામાં વલ્લભીપુર પોલીસે અજિત ત્રીકમ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ બંને હત્યાની કબૂલાત કરી લીધી છે. આરોપીએ મૃતક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાના મામલે દંપતિની હત્યા કર્યાની કબૂલાત કરી છે. નોંધનીય છે કે મોણપર ગામે વાડી વિસ્તારમાં રહેતા દંપતી પર કોઈ બોથડ પદાર્થના ઘા મારી નિર્દય હત્યા કરી અજાણ્યા સખ્સો નાસી છુટ્યા હતા.

જેમાં મૃતક ૨૭ વર્ષીય દેવીપુજક જોરૂભાઈ ચુડાસમા અને ૩૦ વર્ષીય વર્ષાબેન જોરૂભાઈ ચુડાસમાના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે ખસેડી હત્યાનું કારણ જાણવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં હવે કૌટુંબીક ભાણેજની ધરપકડ કરાઇ છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter