ભાવનગરઃ કાળનો કોળિયો બન્યા એક જ ગામના ત્રણ યુવકો

ભાવનગરના ઘોઘાના હાથબ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં હાથબ ગામના 3 આશાસ્પદ વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ત્રણ યુવકોના મોતથી નાનકડા હાથબ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવકો ભાવનગરની શામળદાસ કોલેજમાં આર્ટસમાં અભ્યાસ કરતા હતા અને તેઓ કોલેજે જઇ રહ્યા હતા. ત્યારે જ કાળનો કોળિયો બની ગયા હતા. યુવકોના મોતના પગલે ભાવનગર હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter