ભાવનગરમાં વ્યાજખોરોએ મહિલાઓને બાળકો ઉઠાવી જવાની આપી ધમકી, સભ્યોને ઘરમાં પૂરી દીધા

ભાવનગરમાં પઠાણી ઉઘરાણી કરનારા અને વ્યાજખોરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગે છે. કારણ કે ફરી એક વખત માથાભારે શખ્સો પરિવારની મહિલાઓને પઠાણી ઉઘરાણીના નામે બાળકોના અપહરણની ધમકી આપી ગયા છે. પઠાણી ધમકીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ભાવનગરના બોરતળાવમાં આવેલી સોસાયટીમાં રહેતા અરૂણ દવેના ઘરે ધોળા દિવસે ચારથી વધુ શખ્સો આવ્યા હતા. જોકે ઘરમાં અરૂણભાઈ અને પુત્ર ન હતો. ત્યારે પરિવારના સભ્યોને ઘરમાં પુરી દઈ બારણાને તાળા માર્યા. જે બાદ મહિલાઓ એકલી હતી. ત્યારે ફરી ચાર શખ્સોએ આવીને ઘરની મહિલાઓ ગાળો આપી હતી અને બાળકોને ઉપાડી જવાની પણ ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના અંગે પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને તાળુ તોડી પરિવારને ઘરમાંથી કઢ્યો હતો. તેમજ તપાસ શરૂ કરી હતી. સુત્રના મતે ભૌદીપ દવે પઠાણી ઉઘરાણીનો ભોગ બનનાર પરિવાર સભ્યો હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter