GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

ભાવનગરની મહિલા કોલેજ ફરીવાર વિવાદમાં આવી છે. કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને ભાજપનું સભ્ય પદ લેવા માટે નોટિસ આપતા વિવાદ થયો. શ્રીમતી ન.ચ ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ એને કોમર્સ કોલેજના આચાર્યએ 24 જૂનના રોજ નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થિનીઓએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવુ. ભાવનગર મહાનગરપાલિકાની હદમાંથી આવતી તમામ વિદ્યાર્થિનીઓ જ સભ્ય બની શકશે. ત્યારે અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થીનીઓને પોતાનો મોબાઇલ લઈને કોલેજે આવવાનું જણાવામાં આવ્યુ હતુ. સમગ્ર વિવાદ સામે આવતા કોંગ્રેસ દ્વારા કુલપતિની ઓફિસ સામે દેખાવ કરવામાં આવશે.

  • કોના કહેવાથી કોલેજના આચાર્ય દ્વારા નોટિસ જાહેર કરાઈ?
  • શું નોટિસ આપીને અભ્યાસ માટે આવતી વિદ્યાર્થિનીઆેને રાજકીય પાઠ ભણાવાશે?
  • શિક્ષણના ધામમાં રાજકારણ કેમ ભેળવવામાં આવે છે?

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં
ભાજપના સભ્ય બનવા વિદ્યાર્થિનીઆેને આપી નોટિસ
કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

ઉલ્લેખનીય છે કે આ વચ્ચે ભાવનગરની એક કોલેજ હવે ભણાવવાનું છોડીને ભાજપમમાં ભરતી કરવાનું શરૂ કરશે. આ અંતર્ગત એક નોટીસ પણ વિદ્યાર્થીનીઓ માટે જાહેર કરી છે. આ નોટીસમાં કોલેજે ઉલ્લેખ કર્યો છે કે ભાજપમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીઓએ પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ લઈને આવવાનું ફરમાન જાહેર કર્યું છે.

ભાજપ

નોંધનીય છે કે ભાજપમાં સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે ખાસ નોટીસમાં ઉલ્લેખ કર્યો છે કે ભાવનગર પાલિકાની હદની અંદર રહેતી વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકશે.

નોટીસ જાહેર કરતા વિવાદ વધ્યો છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, શૈક્ષણિક સંસ્તાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. આજે બપોરે 12.30 કલાકે ભાવનગર યુનિવર્સિટી ખાતે કુલપતિ ઓફિસે યુથ કોંગ્રેસ,NSUI, સેનેટ સભ્યો દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી ાવી નોટીસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV