ભાવનગર મહાપાલિકાની કુલ 52 બેઠકમાંથી 44 પર બીજેપીની જીત, 8 પર કોંગ્રેસની જીત થઈ છે. ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો નિર્ણય શિરોમાન્ય છે. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે.

ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. ભાવનગરમાં વોર્ડ પાંચમાં કોંગ્રેસના ભરત બુધેલિયા વિજયી થયા હતા. ભરત બુધેલિયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ ભાવનગરની જનતાનો આભાર માન્યો હતો. કોંગ્રેસે મહાપાલિકાના વોર્ડ નંબર પાંચમાં ડોરટુડોર પ્રચાર કર્યો હતો.
ભાવનગરમાં ભાજપના એક ઉમેદવારને 28 હજાર જેટલા મત મળતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને આપે આક્ષેપ કરતા જણાવ્યું કે કુલ મતદાન 30 હજાર જેટલું થયું છે. તો પછી એક જ ઉમેદવારને આટલા બધા મત કેવી રીતે મળ્યા.વોર્ડ 1 થી 3 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર. 403, વોર્ડ 4 થી 6 ની મત ગણતરી એમીનિટી બિલ્ડીંગ રૂમ. નંબર.305, વોર્ડ 7 થી 10 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર.469, વોર્ડ 11 થી 13 ની મત ગણતરી એમિનિટી બિલ્ડીંગ રૂમ. નંબર 309માં સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ
- જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ
- જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ