GSTV
Home » News » ભૂલથી પણ આ પુલ નીચેથી પસાર ન થતા, ગમે ત્યારે તૂટવાની હાલતમાં છે

ભૂલથી પણ આ પુલ નીચેથી પસાર ન થતા, ગમે ત્યારે તૂટવાની હાલતમાં છે

ભાવનગરની વટામણ ચોકડી નજીક સાબરમતીનો બ્રિઝ જર્જરિત થયો છે. જર્જરિત પુલ ગમે ત્યારે તૂટે તેવી હાલતમાં આવી ગયો છે. જીવના જોખમે લોકો વાહનો લઈને પસાર થઇ રહ્યાં હતા. જોકે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જોખમી બ્રિજ પરથી વાહનો પસાર ન થાય તે માટે બ્રીજ બંધ કરી દીધો હતો. જેથી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

આ બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં હતો. જેમાં તંત્રએ કોઈ પણ અગમચેતી પગલા લીધા ન હોવાના કારણે બંને તરફ ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બ્રીજ બંધ થવાના કારણે સૌરાષ્ટ્ર તરફથી વડોદરા અને સુરત તરફ જતાં વાહનો અને સુરત તથા વડોદરા-આણંદથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

લોકોએ આ રસ્તો ખુલે નહીં ત્યાં સુધી વૈકલ્પીક રસ્તા તરીકે વડોદરા-સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે ખેડાથી ધોળકા-બગોદરા હાઈવે કે પછી સીધા અમદાવાદ આવી રિંગ રોડનો ઉપયોગ કરી શકાશે. જેને કારણે આવા વાહનોએ કિલોમીટર વધી જશે.

હાલ જે લોકો વટામણ ચોકડી અટવાયા હોય તેઓ વટામણથી ધોળકા હાઈવે પકડી ખેડા તરફ આગળ વધ્યા હતા. જોકે સવાલ એ થાય કે શા માટે જનતા ફરિયાદ ન કરે ત્યાં સુધી પૂલ પરથી અવરજવર ચાલુ રાખવામાં આવી. શા માટે તંત્રએ પહેલા જ આ પૂલ બંધ ન કરી દીધો.. શું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોતુ હતુ.

Read Also

Related posts

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!