GSTV

સ્ટેટ GST વિભાગની કાર્યવાહી / ભાવનગર બોગલ બિલ કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, ફેક કંપની બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હતા

Last Updated on July 14, 2021 by Zainul Ansari

થોડા દિવસ પહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે 1000 કરોડ રૂપિયાનું જંગી કૌભાંડ પકડી પાડયું હતુ. આ કેસના સંદર્ભમાં ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત અનેક સ્થળે દરોડા પડ્યા હતા. ત્યારે આ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરાઇ છે. આમ અત્યાર સુધી કુલ 71 લોકોની ધરપકડ કરાઇ છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગલ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ બિલ કૌભાંડ અંદાજે 1000 કરોડ રૂપિયાનું હતું. આ કેસમાં જ તપાસમાં 9 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ચાર લોકોની સંડોવણી જણાઇ આવતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જાહીદ યુનુસ કાબરીયા (6.68 કરોડ), ગૌસ્વામી રોહિતગીરી નટવરગીરી (7.32 કરોડ), વિક્રમ બોધાભાઈ બારૈયા (5.29 કરોડ), ઍઝાઝ હનીફભાઈ શેખ (10.35 કરોડ)ની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે અત્યાર સુધી કુલ 71 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે રૂા. 1000 કરોડનું જંગી કૌભાંડ પકડી પાડયું હતું. આ કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ રૂા. 739 કરોડનું અને પ્રાન્તીજના મીનાબેન રંગસિંહ રાઠોડ (ઝાલા) અને રૂા. 577 કરોડનું બોગસ બિલિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ પકડી પાડેલા રૂા. 1000 કરોડના બોગસ બિલિંગના કૌભાંડમાં 49 કંપનીઓના નામ ખૂલ્યા છે. જોકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ ભાવનગરમાં બોગસ બિલિંગના સંદર્ભમાં નવી નવ કંપનીઓ સામે તપાસ ચાલુ કરી હતી.

બજેટ

તેમાંથી 24 કંપનીઓમાં અફઝલ સવજાણીની અને 24 કંપનીઓમાં મના રાઠોડની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. આ બંનેએ મળીને 29 કોમન કંપનીઓના નામનો બોગસ બિલિંગ માટે ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

બોગસ બિલિંગના આ કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઓમાં અમદાવાદની ગુરૂકૃપા ટ્રેડિંગ, મારૂતિ કોર્પોરેશન, પુષ્પક એન્ટરપ્રાઈસ, જશવંત એન્ટરપ્રાઈસ, પીવીઆર ટ્રેડર્સ, પટેલ એન્ટરપ્રાઈસ શક્તિ ટ્રેડર્સ, શ્રીનાથજી ટ્રેડર્સ અને મુકેશ ટ્રેડર્સનો સમાવેશ થાય છે.

ભાવનગરની માધવ કોપર લિમિટેડે આ તમામ કંપનીઓ પાસે બોગસ બિલ લીધા હોવાના નિર્દેશો મળ્યા છે. અફઝલ સવજાણીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેણે એક કલાક સુધી દરવાજો ખોલ્યો જ નહોતો.

આ કૌભાંડમાં માધવ કોપર લિમિટેડ નામની કંપનીએ બોગસ બિલનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેણે કુલ મળીને રૂા. 137 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

માધવ કોપરના ચૅરમૅન નિલેશ પટેલને રૂબરૂ હાજર થવા માટે સમન્સ પાડવી દેવામાં આવ્યો છે. તેની પાસેથી મળેલી માહિતીને આધારે જ અધિકારીઓએ અન્ય કંપનીઓ પર દરોડા પાડયાહતા.આ કંપની સહિત રાજ્યના ચારથી પાંચ શહેરના 71 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સીધી ઝડપાયેલી કંપનીઓની સંખ્યા 30 જેટલી થાય છે.

gst

ઉલ્લેખનીય છે કે રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ડોક્યૂમેન્ટ ભેગી કરી તેમના નામે કંપની ખોલવામાં આવે છે, અને તેમના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવે છે. આ અંગે તેઓને તેની જાણ પણ હોતી નથી.

Read Also

Related posts

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah

મેઘો વરસ્યો: રાજ્યમાં ભારે વરસાદ, દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદે તો પાણી જ પાણી કર્યું…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!