GSTV

ભાલ પંથકમાં પણ વરસાદે વેરી તારાજી, સરકારનો એક નિર્ણય સર્જે છે દર વર્ષે તબાહીના દ્રશ્યો

Last Updated on September 22, 2021 by Pritesh Mehta

જામનગર કે જુનાગઢ જેવો અતિભારે વરસાદ ન વરસ્યો હોવા છતા ભાવનગરના ભાલ પંથકના ગામડાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભાલ પંથકમાં કેવી સ્થિતી સર્જાઇ છે તે જાણવા જીએસટીવી સંવાદદાતા પહોંચ્યા ભાલ પંથક. જીએસટીવી સંવાદદાતા ભાવનગરના ભાલ પંથક પહોંચ્યા. અહીં ભારે વરસાદ તો નથી વરસ્યો પણ આમ છતા અહીં જે રીતે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તે જોઇને નુકસાનીનો અંદાજ લગાવી શકાય છે.

ભાલ પંથક

ભાવનગરથી શરુ થઇને અમદાવાદ જીલ્લા સુધી ભાલ પંથક પથરાયેલો છે.  ભાવનગર જીલ્લાના ભાલ પંથકની કરીએ તો આ વિસ્તારમાં કાળુભા, ઘેલો, વેગડ, ઉતાવળી સહિતની નદીઓના પાણી આ વિસ્તારમાં  આવી અને સમુદ્રમાં ભળે છે. અહિંયા આવેલા વિશાલ સપાટ મેદાનોમાં નદીઓના પાણી ભરાઈ રહે છે અને ચોમાસા દરમિયાન આવતા વધારાના પાણી કુદરતી વહેણ મારફતે દરિયામાં ભળી જતા હોય છે.

પરંતુ હવે સરકાર દ્વારા આ સપાટ મેદાનમાં આવેલી જમીનોને મીઠાના અગરો માટે ફાળવી દેવામાં આવી છે. જેથી પાણીના નિકાલ માટેના કુદરતી વહેણ બંધ થઇ જતા પાણી આજુબાજુના ગામડાઓના ખેતરોમાં ફરી વળે છે. ગામલોકોના કહેવા મુજબ જ્યારથી મીઠાના આગરો દ્વારા પાળા બનાવી દેવામાં આવ્યા છે ત્યારથી આ ગામડાની દશા ફરી ગઈ છે.

ભાવનગરના ભાલ પંથકમાં આવેલા માઢીયા,દેવળિયા,સવાઈનગર, સનેસ, ખેતાખાટલી, કાળાતળાવ, સહિતના ગામડાઓ માં નદીઓના પુરના પાણી જે દરિયામાં વહી જવા જોઈએ તેના બદલે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. અહીં આવેલ જમીનોમાં માત્ર ચોમાસામાં જ પાક લેવાતો હોય છે તેમાય છેલ્લા ત્રણ વરસથી સતત ખ્તેરોમાં નદીઓના પાણી ફરતા હોવાના કારણે ખેડૂતોની માઠી બેઠી છે. અને એ પણ માનવ સર્જિત છે, નાના બાળકની માફક ઉછેરેલ મોલાતમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે નજર સામે મુરજાઈ રહી છે, બિચારા ખેડૂતો કરી પણ શું શકે, આખા ખેતરોના ખેતરો પાણીમાં ડૂબ હોય તો પાણી કાઢવું પણ કેમ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કોર્પોરેશન સંચાલિત 283 ગાર્ડન,બગીચાઓની યોગ્ય જાણવણી કરવાની તાકીદ કરાઈ!

pratik shah

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!