GSTV

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Last Updated on September 22, 2021 by Pritesh Mehta

જામનગર, જુનાગઢ કે સૌરાષ્ટ્રમાં જે રીતે અતિભારે વરસાદ વરસ્યો તેવો વરસાદ ભલે ભાવનગરના ભાલ પંથકમાં ન વરસ્યો હોય પરંતુ અહીંના ગામડાઓમાં તારાજીના દ્રશ્યો તો તેવા જ સામે આવ્યા છે. ભાલ પંથકમાં કેવી સ્થિતી સર્જાઇ છે તે જાણવા જીએસટીવી સંવાદદાતા પહોંચ્યા ભાલ પંથક. ભાલ પંથકમાં પહોંચેલી જીએસટીવીની ટીમે અહીં દર વર્ષે સર્જાતી એ સમસ્યાને ફરી એકવખત ઉજાગર કરવાની કોશિષ કરી છે. જેના કારણે અનેક લોકો પરેશાન થાય છે. આખરે કેવા પ્રકારની છે આ સમસ્યા જોઇએ આ અહેવાલમાં

ભાલ પંથક

ઘેલો નદી શાંત દેખાતી આ નદી વરસાદમાં ગાંડીતૂર બને છે. જેના કારણે ઘેલો નદીનું જળસ્તર વધી જાય છે. જેના કારણે પાળીયાદ, દેવળિયા, રાજપરા, ભાણગઢ સહિતના ગામડાઓમાં જવા માટેનો આ રસ્તો નજીવા વરસાદમાં જ બંધ થઇ જાય છે.

ઉપરવાસમાં પણ જો ભારે વરસાદ પડે ત્યારે પણ આ રસ્તો ત્રણ ચાર દિવસ માટે બંધ થઇ જાય છે, હાલ પણ છેલ્લા ત્રણ દિવસથી ઘેલો નદીમાં પાણી આવી જવાના કારણે આ રસ્તો બંધ છે.

તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને સંતોષ માની લીધો હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં કલેકટર સહિતના અધિકારીઓ પહોંચ્યા. જીએસટીવી સાથેની વાતમાં કલેકટરે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી, જો કે મીઠાના અગરો દ્વારા બનાવવામાં આવેલા પાળાઓ અંગે જીપીસીબી તપાસ કરશે તેવી વાત કરી. પરંતુ તંત્રને ગંભીર ન લાગતી આ તકલીફ વાસ્તવમાં આ પુલ પરથી પસાર થતા લોકો માટે ક્યારેક જીવા જોખમ સમાન સાબિત થાય તેવી સ્થિતી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!