GSTV
Home » News » ભાવનગર : ૪.૨૧ લાખની જાલી નોટ સાથે ત્રણ લોકોની ધરપકડ

ભાવનગર : ૪.૨૧ લાખની જાલી નોટ સાથે ત્રણ લોકોની ધરપકડ

ભાવનગર એસઓજી દ્વારા બાતમીના આધારે મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામેથી જાલી નોટ કૌભાંડ જડપી પાડ્યું હતું, આ બાદ પોલીસે તપાસ હાથ ધરતા આજે વધુ ત્રણ આરોપીઓને ૪.૨૧ લાખની જાલી નોટ કબજે કરી છે. ભાવનગર એસઓજી દ્વારા આ ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપી ચિરાગ ઉર્ફે મુન્નો જયેશભાઈ નેસવડ વાળની ધરપકડ બાદ તેને આપેલ કબુલાતને આધારે ચોટીલા તાબેના ઢોકળવા ગામેથી જેરામ મનજી મેતાલીયા, પરેશ જગદીશ સોલંકી, તેમજ પ્રતિક જગદીશભાઈ નકુમ નામના ત્રણ ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી ૨૦૦૦ હજારના દરની ૨૬ નોટો કબજે કરી અને કય્સેદાની કાર્યવાહી કરી હતી.

આ પકડાયેલ ત્રણેય અરોપીએ કબુલાત આપી હતી કે તેમને આ જાલી નોટો અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ આનંદબાગમાં રહેતા યશકુમાર અલ્પેશભાઈ ઠાકરને આપેલ છે જેને આધારે પોલીસે અમદાવાદ થી યશકુમાર ની ધરપકડ કરી તેની પાસે રહેલ ૪.૨૧ લાખની નોટો કબજે કરી હતી. જેમાં ૨૦૦૦ ના દરની ૧૯૬, તેમજ ૨૦૦ ના દરની ૧૪૫ અને ૧૦૦ ના દરની ૫ નોટો કબજે કરી હતી. અત્યાર સુધીમાં આ કૌભાંડ માં કુલ નવ આરોપીને ઝડપી લીધા છે, અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં એક ડોક્ટર પણ ઝડપાયેલ છે જે પહેલા સરકારી હોસ્પિટલ માં નોકરી કરતો હતો હાલ તે પતની ખાનગી પ્રેક્ટીસ કરતો હતો, આ તમામ આરોપીઓ યુટ્યુબ પરથી વિડીઓ જોઈ અને જાલી નોટ બનાવવાનું શીખ્યા હતા.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!