GSTV
Home » News » ભાવનગરના પાલિતાણામાં અકસ્માત, સારવારના અભાવે યુવાનનું મોત

ભાવનગરના પાલિતાણામાં અકસ્માત, સારવારના અભાવે યુવાનનું મોત

ભાવનગરના પાલિતાણામાં અકસ્માતનો ભોગ બનેલા યુવાનનું પૂરતી સારવારના અભાવે મોત નિપજ્યું હોવાનો આરોપ લાગ્યો છે.

પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે યુવકને પૂરતી સારવાર ન મળી હોવાનો આરોપ છે. પાલિતાણાના નાની રાજસ્થાળી ગામે રહેતા યુવાન બાઈક લઈને જતો હતો. તે સમયે અન્ય બાઈક સાથે અથડાતા તે ઘાયલ થયો હતો.

ઘાયલ થતાં ગંભીર ઈજાઓ થઈ હતી. લોહી વહી રહ્યુ હતુ. પરંતુ તબીબ દ્વારા પૂરતી સારવાર આપવામાં આવી ન હતી અને અન્ય હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો ન હતો.

જેથી તેની હાલત વધુ ગંભીર થતા તેનું મોત નિપજ્યું હોવાનો આરોપ લાગ્યો છે. તેમજ તબીબ સામે આકરા પગલા ભરવાની માંગ કરી છે.

Related posts

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

સુરતમાં ડાઈંગ મિલમાં અને આણંદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની કામગીરી બાદ આગ કાબૂમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!