GSTV
Home » News » લાખોનો ચૂનો લગાવનાર ભાવશ્રી દેવડા જામીન પર છૂટ્યા બાદ ફરાર

લાખોનો ચૂનો લગાવનાર ભાવશ્રી દેવડા જામીન પર છૂટ્યા બાદ ફરાર

બહુચર્ચિત ચીટર ભાવશ્રી દેવડા જામીન પર છૂટ્યા બાદ હાજર ન થતા ડાંગ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ડાંગ પોલીસે ભાવશ્રી દેવડા નવસારી સ્થિત ઘરે તપાસ કરી છે તેમજ તેના પરિવારના દરેક સભ્યોની પૂછપરછ પણ શરૂ કરી છે. ભાવશ્રી દેવડાને 10 દિવસના જામીન મળ્યાં હતા. જોકે તે 17 દિવસ સુધી ફરી હાજર ન થતાં તેની શોધખોળ શરૂ કરી છે.

ભાવશ્રી દેવડાએ એનજીઓ શરૂ કરીને તેના પતિ અંકિત મહેતા સાથે મળીને ડાંગ જિલ્લામાં મોટું કૌભાંડ કર્યું હતું. જે મામલે ભાવશ્રીની ધરપકડ થઈ હતી. જે છેલ્લાં એક વર્ષથી રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતી. ભાવશ્રીએ એનજીઓ બનાવીને સરકાર સાથે સ્ટ્રોબરી માટે ખેડૂતોને રોપા આપવા, ડુંગળી પકવવા પ્રોત્સાહન, ખેડૂતોને પંપસેટ, ચાપ કટર, મિલ્કિંગ મશીન, પ્રોસેસિંગ યુનિટ સહિત અનેક એમઓયુ કર્યા હતા.

સરકાર સાથે કરેલા એમ.ઓ.યુ

1- સ્ટ્ર્રોબેરી માટે ખેડુતોને રોપા આપવા
2-ડુંગળી પકવવા પ્રોત્સાહન આપવુ
3- ખેડુતોને પાણીના પંપસેટ આપવા
4- ખેડુતોને ચાપ કટર આપવા
5- ખેડુતોને મીલ્કીંગ મશીન આપવા
6-ખેડુતોને દુધધર બનાવી આપવા
7-ખેતીવાડીના પ્રોસેસીંગ યુનિટ બનાવવા
8-ખેડુતો માટે સ્ટોરેજ ગોડાઊન બનાવવા
9-ખેડુતોને સબસીડીથી ખેતીના ઓજારો અને ટ્રેકટર આપવા
10-પાવર સંચાલિત ખેતીના ઓજારો આપવા
11- પાક સંરક્ષણના સાધનો આપવા
12- કલેકશન સેન્ટરો શરુ કરવા
13- ખેડુતોને ખેતીલક્ષી પ્રવાસો કરાવવા
14-ગ્રામ્ય વિસ્તારોમા ગોબરગેસ પ્લાન્ટો બનાવવા જેવા વિવિધ પ્રોજેક્ટો માટે સરકાર સાથે કરારો કરવામા આવ્યા હતા.

READ ALSO

Related posts

અનોખો રિવાજ: લગ્ન પછી 3 દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ !

Pravin Makwana

મોટેરા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો ઉમટશે, આવી છે પાર્કિંગ વ્યવસ્થા

Nilesh Jethva

દિવાલ બનાવવાનો વિવાદ વધતા કોર્પોરેશને રાતોરાત વૃક્ષો વાવી દીધા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!