GSTV
Gujarat Government Advertisement

ભાજપના આંતરિક ડખ્ખાની મોજ લેતી કોંગ્રેસ ખૂદ હેરાન, પોતાના જ નેતા વંડી ટપી અન્ય પાર્ટીમાં જવા તલપાપડ

કોંગ્રેસ

Last Updated on January 24, 2020 by Mayur

એક તરફ ભાજપમાં ભંગાણ સર્જાયું છે ત્યારે બીજી તરફ ભાવનગરના કોંગી અગ્રણી પણ કોંગ્રેસનો સાથ છોડી એનસીપીમાં જોડાય તો નવાઈ નહીં. શનિવાર 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેવાના છે.

ભીખાભાઇ શરદ પવારની મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે મનપાની ચૂંટણી સમયે એનસીપીનું નેતૃત્વ કરીને ભીખાભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે.જો કે આ મામલે કોંગી અગ્રણી ભીખાભાઈને પૂછતાં તેમને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ અને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે.

સાથે જ કહ્યું કે કોંગ્રેસમાં પીઢ નેતાઓની અવગણના થઈ રહી છે. જો કે મેં એનસીપી નેતા શરદ પવાર સાથે વાત કરી છે કે ભાવનગરમાં મને સ્વતંત્ર કામ કરવાનું હોય તો જ હું કામ કરીશ અને તેઓ તે માટે તૈયાર છે એટલે આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈશ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!