GSTV
dang ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતના ખેડૂતોનો નવતર પ્રયોગ, વિદેશમાં ‘ઇન્ડિયન વાયગ્રા’ તરીકે ઓળખ ધરાવનાર આ શક્તિવર્ધક ઔષધિની ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા

ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક  ખેતી ધરાવતો જિલ્લો છે. અહીં ઔષધિઓનો ખજાનો છે, લોકો રોજિંદા વપરાશમાં પણ વનઔષધીનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. હાલ ચોમાસાની તુમાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધિ માનવમાં આવે છે, જેની દેશ વિદેશમાં ખૂબ માંગ છે. વિદેશ માં લોકો તેને ઇન્ડિયન વાયગ્રા તરીકે ઓળખે છે.

ડાંગ જિલ્લાનું ભવાડી ગામ હવે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. આ ગામમાં શક્તિ વર્ધક સફેદ મૂસળીની ખેતી થાય છે. ગામના જયેશભાઇ મોકાસીએ શરૃ કરેલી આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે. અને લાખો રૃપિયાની આવક મેળવી પોતાનું જીવન સધ્ધર કરી રહ્યા છે. ગુજરાતના ડાંગ સહિત મધ્યપ્રદેશ, પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળીની ખેતી થાય છે. ડાંગમાં ચોમાસાની શરૃઆત થતાં જ સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે.

એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં ૩૮૫ નાના-મોટા ખેડૂતો સરકારી યોજનાના લાભ સાથે કે પોતાની રીતે કુલ ૬૫થી વધુ એકરમાં સફેદ મુસળીની ખેતી કરે છે. એક એકરના ક્ષેત્રમાં ખેડૂતને લગભગ ૨૦૦૦ કિલોગ્રામ મૂસળી મળે છે, જે તૈયાર થયા પછી કાચી મૂસળી અને તેનો પાવડર બનાવી પ્રતિ કીલોના ૧૦૦૦ થી ૩૦૦૦ પ્રમાણે લાખો રૃપિયાની આવક મળે છે.

એટલે ડાંગ જિલ્લામાં ૬૫ એકરમાં વૈજ્ઞાાાનિક ઢબે ખેતી કરી ૧૯ કરોડથી વધુ આવક મેળવી આદિવાસી ખેડૂતો ચાર ગણી આવક મેળવનાર ખેડૂતો બની ગયા છે. જેને લઈને સમગ્ર ભવાડી ગામના લોકોનું જીવન ધોરણ ઉચું આવ્યું છે. સમયની સાથે રહીને ડાંગના લોકો વૈજ્ઞાાનિક ઢબે ખેતી કરતા થયા છે. સાથે પરંપરાગત ખેતી પણ કરી રહ્યા છે. ડાંગ વનવિભાગ દ્વારા પણ આર્થિક રીતે નબળા ખેડૂતોને બિયારણ પૂરું પાડીને આ પ્રકારની ખેતી કરવામાં માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

મૂસળીમાંથી બનતી દવાની વિદેશમાં માંગ

ગુજરાત સરકારે ભવાડી ગામના જયેશ મોકાસીને ફેસિલિટર બનાવ્યા છે. જયેશભાઇ પાસેથી ડાંગના ૩૮૫ અને  વલસાડ જિલ્લાના ૩૩૫ ખેડૂતો તાલીમ લઈ સફેદ મૂસળીની ખેતી કરે છે અને સરકારી સબસિડી નો લાભ પણ મેળવી રહ્યા છે. સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેને દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે કરે છે. આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. ડાંગના આહવા ખાતે આવેલ આયુર્વેદિક ફાર્મસી માં આ સફેદ મૂસળીમાંથી શક્તિમાન નામની દવા બનાવવામાં આવે છે, જે રાજ્યની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સહિત દરેક દવાની દુકાનોમાં મળે છે. આ દવાની વિદેશમાં ખૂબ માંગ છે.

READ ALSO

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV