GSTV
Home » News » ભરૂચના લેબર કોર્ટના જજની ચેમ્બરની છતનો એક ભાગ ધરાશાયી

ભરૂચના લેબર કોર્ટના જજની ચેમ્બરની છતનો એક ભાગ ધરાશાયી

ભરૂચની લેબર કોર્ટ

ભરૂચની લેબર કોર્ટના જજની ચેમ્બરની છતનો એક ભાગ અચાનક ધરાશયી થતાં અફરાતફરી મચી હતી. સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલ લેબર કોર્ટના જજ ચેમ્બરની છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના સમયે ચેમ્બરમાં જજ કે અન્ય કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાની ટળી હતી. 1997 માં બનેલી આ લેબર કોર્ટની ઈમારતમાં અગાઉ પણ પોપડા પડવાની ઘટનાઓ બની હતી. આ અંગે વકીલ પ્રવીણભાઈ બિસ્કીટવાલાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. 

Read Also

Related posts

ડેન્ગ્યુ અને મલેરિયા મુદ્દે ‘રોગીલા’ રાજકોટને હવે રાજકારણનો લાગ્યો રંગ, ભાજપ-કોંગ્રેસ આમને સામને

Mayur

વાઘ બારસને ઓળખવામાં આવે છે ગોવત્સ દ્વાદશી તરીકે પણ, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે કરો આ વ્રત

NIsha Patel

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટના નવા જજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!