GSTV
Home » News » ભરૂચની આફતરૂપ નદી, બદલાયેલા પ્રવાહથી થઇ રહ્યું છે જમીનનું ધોવાણ

ભરૂચની આફતરૂપ નદી, બદલાયેલા પ્રવાહથી થઇ રહ્યું છે જમીનનું ધોવાણ

સામાન્ય રીતે નદી કિનારે ખેતરો હોય તેવા ખેડૂતોની જમીન ફળદ્રુપ રહેતી હોય છે. પરંતુ ભરૂચ જિલ્લાના જૂના કાશીયા ગામના ખેડૂતોને નદી આફતરૂપ બની રહી છે. અમરાવતી ખાડી તરીકે ઓળખાતી નદીના બદલાયેલા પ્રવાહથી ખેડૂતોની મહામુલી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે આ ખેડૂતોમાં પ્રોટેક્શન વોલ બનાવવા માગ ઉઠી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જૂના કાશીયા ગામ આવેલું છે. આ ગામમાં અમરાવતી ખાડી તરીકે ઓળખાતી નદી પસાર વહે છે. વર્ષો પહેલા અમરાવતી નદીના પાણી ખેડૂતોને આશીર્વાદ સમાન હતા. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કાંશીયા.

માંડવા સહિતના આસપાસના ગામો પાસેથી વહી રહી અમરાવતી નદીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે. ત્યારે બદલાઈ રહેલું આ વહેણ ખેડૂતો માટે અભિશાપ બને તેવી સ્થિતિ ઉભી થઈ છે. અમરાવતીના બદલાતા પ્રવાહથી આસપાસમાં 200 વીઘા જેટલી જમીનનું ધોવાણ થઈ ગયું છે. તો ચોમાસામાં અમરાવતીના પ્રવાહે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

કાશીયા ગામમાં 52 ખેડૂતોની જમીન ધોવાણમાં ગઈ છે. ત્યારે અહીં વધુ જમીનોનું ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માગ ઉઠી છે. આ અંગે ખેડૂતોએ મામલતદારે રજૂઆત કરી છે.

બોરભાઠા બેટ ગામમાં પણ કેટલાક વર્ષો પૂર્વે નર્મદા નદીના વહેણે કેર મચાવ્યો હતો. અને હજારો વીઘા જમીન ધોવાણમાં ગઈ હતી. બાદ ત્યાં પ્રોટેક્શન વોલ બનાવાઈ હતી. અમરાવતી ખાડીનું વહેણ વધુ જમીનોને હડપ કરી જાય તે પહેલા તંત્ર આળસ ખંખેરે તો આ ધરતીપુત્રોને આંશિક રાહત થઈ શકે છે.

Related posts

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

Path Shah

ભાજપમાં સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ તરીકે આ બે નામો સૌથી આગળ

Nilesh Jethva

વડોદરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે આ મામલે બોલી બઘડાટી, ઝપાઝપીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!