GSTV
Bharuch Trending Videos Viral Videos ગુજરાત

વાહ રે વિકાસ/ ડાઘુઓ બે કાંઠે વહેતી નદીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા, મર્યા બાદ પણ સળગવા માટે પણ શાંતિ નથી

નદી

ગુજરાતમાં વિકાસના નામે સરકાર જેટલા બણગા ફૂંકે છે, તેની જમીની વાસ્તવિકતા એટલી જ વિરોધાભાસી છે. હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે. શહેરોમાં પણ મગરની પીઠ જેવા ઉબડ ખાબડ રસ્તા છે તો ગામડાઓની તો વાત જ શું કરવી. શહેરો પણ રોડ-રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યાં ગામડાઓની સ્થિતિ કેટલી વરવી હશે તે તમે કલ્પના કરી શકો છો. સરકારના આ જ વિકાસનું પ્રતિબિંબ ઉજાગર કરતો એક કિસ્સો અમે તમને જણાવી રહ્યાં છે. જેનો વીડિયો જોઇને તમે ચોક્કસ સરકાર પર ફિટકાર વરસાવશો.

ભરૂચના વાલિયાના ડહેલી ગામે પુલના અભાવે ડાઘુઓ બે કાંઠે વહેતી નદીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. ચોમાસાની સિઝનમાં ડહેલી ગામ પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી હોય છે. અને જો ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો નદી ઓગંળી બીજા કિનારે આવેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવુ પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો નદી પર બ્રીજ બનાવવાની માંગ કરી રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાતી નથી. બ્રીજ ન બનતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.

નદી

અનેક વર્ષોથી સ્થાનિકો આ નદી પર પુલ માટે માંગ કરી રહ્યાં છે. નદીના સામે કિનારે સ્મશાન હોવાથી લોકોને નનામી લઈ જવા તેને પાર કરવી જ પડે છે. જેથી નનામી લઈને નદી પાર કરવી ભારે હાલાકી થાય છે. ચોમાસામાં કોઈનું મૃત્યુ થાય તો નદીમાંથી અંતિમયાત્રા કાઢવી પડે છે. કમર સમા પાણીમાંથી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે. પુલના અભાવે અંતિમયાત્રામાં ભારે હાલાકીનો વીડિયો સામે આવ્યો છે. જે બાદ હવે જોવુ રહ્યું કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે.

READ ALSO

Related posts

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda

કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ

Binas Saiyed

મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો

Bansari Gohel
GSTV