રાજનીતિનું સ્તર એટલું નીચું ગયું છેકે એકબીજાને પ્રાણીઓ સાથે સરખાવી દેવામાં આવે છે. આવું જ જોવા મળી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં વસાવા VS વસાવાનો જંગ છે. જેમાં સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને પોપટ અને જોકર ગણાવ્યા.

સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે ઝઘડીયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ વળતા પ્રહાર કર્યા હતા અને સાંસદના નિવેદન સામે તેઓની સરખામણી બધુ આ પોપટ અને જોકર સમાન કરી હતી.

રાજપીપળાની જાહેરસભામાં મંચ પરથી મનસુખ વસાવાએ બીટીપીના મહેશ વસાવા અને છોટુ વસાવા પર આકરા પ્રહારો કર્યા. જેમાં તેઓ ધમકીના સ્વરે કહ્યું કે નનામી પત્રિકા ફેરવો છે પણ મારી તાકાત છે કે હું ઇંટનો જવાબ પથ્થરથી આપી શકું.
આ સાથે મનસુખ વસાવાએ કહ્યું કે હું અભિમન્યુ નથી. હું તો સાતેય કોઠાનું યુદ્ધ જાણું છું. આમ મનસુખ વસાવાએ નામ લીધા વિના તેમના વિરોધીઓને સાનમાં સમજી જવાની ધમકી આપી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યુ ન્યૂઝીલેન્ડ: સમુદ્રમાં 10 કિમી નીચેથી મળી આવ્યુ કેન્દ્ર, સુનામીની ગંભીર ચેતવણી
- આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર