GSTV
Gujarat Government Advertisement

ભરૂચના ઉચ્છદ ગામની ક્રેસન્ટ ફાઉન્ડ્રી કંપનીની બેદરકારીનો ગ્રામજનો દ્વારા વિરોધ, છતાં સંચાલકો ટસના મસ નથી થતા

Last Updated on February 18, 2021 by Pravin Makwana

ભરૂચના ઉચ્છદ ગામમાં આવેલી ક્રેસન્ટ ફાઉન્ડ્રી કંપનીની બેદરકારીનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે. કંપનીમાં ઉડતી રજકરણો અને ધુમાડાના કારણે ખેતીને નુકસાન થતું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. ખેતરમાં કામ કરતા ધરતીપુત્રોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.

આ મામલે કંપનીના સત્તાધીશોને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કંપનીના સંચાલકો ટસના મસ થતા નથી. ખેડૂતોને થયેલી નુકશાનીનું વળતર આપવાની પણ ગ્રામજનો દ્વારા માંગ કરાઇ છે. ધરતીપુત્રોએ જંબુસર પ્રાંત અધિકારી, કલેક્ટરને લેખિતમાં જાણ કરીને મેનેજમેન્ટ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

સુરતની મનહર ડાઇંગ મિલની આસપાસના સ્થાનિકોનો પણ વિરોધ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે બુધવારના રોજ આવી જ એક ઘટના સુરતમાં આવેલી મનહર ડાઇંગ મિલને લઇને થઇ હતી. ત્યાંની આસપાસના સ્થાનિકોની ડાઇંગને અન્ય સ્થળે ખસેડવાની માંગ છે. કારણ કે મનહર ડાઇંગ મિલમાં ઘણી વાર આગ લાગ્યાની ઘટના સર્જાઇ છે. ઉપરાંત વધુમાં એક વાર ફરી મિલમાં બોઇલ મશીનમાં વેલ્ડીંગ વખતે ધુમાડો નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેથી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ દરમ્યાન લોકો મનહર ડાઇંગ મિલમાં ધસી ગયા હતા અને ડાઇંગને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી.

આખરે તંત્ર આવી કંપનીઓ પર ક્યારે એક્શન લેશે?

આ સાથે સ્થાનિકોના મિલના મેનેજર સાથે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતાં. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે આવી કંપનીઓ ક્યાં સુધી આવી રીતે સામાન્ય જનતાને પરેશાન કરતી રહેશે. સાથે તંત્ર પણ ક્યાં સુધી તેઓની દાદાગીરીને સહન કરશે. શું તંત્રએ આવી કંપનીઓ વિરૂદ્ધ વહેલી તકે એક્શન ના લેવું જોઇએ. જો કે હવે અહીં જોવાનું એ રહ્યું કે, શું આ બંને કંપનીઓની બેદરકારીને લઇને સ્થાનિકોને યોગ્ય ન્યાય મળશે કે કેમ?

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!