GSTV

ભરૂચના મછાસરા ગામની ઘટના : જમાઇએ સાસુ અને સાળીની કરી હત્યા

ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે સાસુ અને સાળીની હત્યા કરવામાં આવી હતી. સગા જમાઇએ જ આ હત્યાને અંજામ આપ્યો હતો. સાસુ અને સાળીની લાશને આમોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આમોદ પોલીસે બેવડી હત્યાને અંજામ આપનાર હત્યારા જમાઇને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીના રીમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હતી.

આરોપી હાલ આમોદ પોલીસ મથકે જેલના સળીયા પાછળ.આમોદ પોલીસે તપાસ હાથ ધરી. સાસુ અને સાળીની લાશને આમોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી. આમોદ તાલુકાના મછાસરા ગામે સગા જમાઇએ જ હત્યાને આપ્યો અંજામ.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે જમાઇએ જ બેવડો હત્યાકાંડ સર્જયાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે રહેતા કાશીબેન રાઠોડ અને તેની દિકરી ચંપાબેન રાઠોડને પાળીયાના ઘા ઝીંકી કોઇ કારણોસર મોતને ઘાટ ઉતારનાર જમાઇ ઉપર ગામલોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે ઘટનાના ગણત્રીના કલાકોમાં જ આમોદ પોલીસે બેવડી હત્યાને અંજામ આપનાર હત્યારા જમાઇ ડાહ્યા રમેશ રાઠોડને ઝડપી પાડી મૃતકો સાસુ અને સાળીની લાશને આમોદ રેફરલ હોસ્પીટલમાં પી.એમ.અર્થે ખસેડી આરોપીએ સાસુ અને સાળીની હત્યા કેમ કરી વિગેરે બાબતોની તપાસ હાથ ધરી ઝડપાયેલ આરોપીના રીમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.

Related posts

વુહાનથી પરત ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત, કહ્યું લોકડાઉન…

Ankita Trada

લોકડાઉનને પગલે ભારતમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને પરત લઈ જવા તૈયારી, મંજૂરીની આશા

Karan

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!