GSTV

ગેરકાયદેસર હથિયારો સાથે ભરૂચ LCBએ ગાજીયાબાદના નામચીન ગુનેગારની કરી ધરપકડ

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી ભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે કાર સાથે પસાર થતા ગાજીયાબાદના નામચીન ગુનેગાર રાહુલસિંહ ખંડેલવાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે બે તંમચા, એક દેશી પિસ્તોલ તેમજ 29 કારતૂસ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 5.69 લાખ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે સેવાશ્રમ રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે આધારે પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાહુલસિંહ ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા તેનો કોઈ ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રીમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!