GSTV

એક માસ માટે ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે

Last Updated on August 23, 2019 by Alap Ramani

ભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે. તા.29મી માર્ચથી ફોર વ્હીલર પરના પ્રતિબંધનો અમલ થનાર છે.આ પ્રતિબંધને હળવો કરી રીક્ષાઓને પસાર થવા દેવાની માંગણી રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા રીક્ષા ચાલકોએ ગોલ્ડેનબ્રીજ ખાતે ચક્કાજામ કરી તેઓની માંગણી બુલંદ કરી હતી.

નર્મદા નદી પર ગોલ્ડનબ્રીજને સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રીજની કામગીરીના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.29મી માર્ચ થી એક માસ માટે ગોલ્ડન બ્રીજ  પર થી માત્ર ટુ વ્હીલર પસાર થવા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે આ પ્રતિબંધનાત્મક જાહેરનામા ને હળવું કરી રીક્ષાઓ ને પણ ગોલ્ડન બ્રીજ પર થી પસાર થવા દેવાની મંજૂરી એવાં માંગ સાથે બ વખત રીક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું. જય ભારત રીક્ષા એસોસીએસન દ્વારા ગોલ્ડન બ્રીજ પ ચક્કાજામ કરી દેવાયો હતો. જેના પગલે ગોલ્ડન બ્રીજની બન્નેબાજુ વાહનો ની લાંબી લાંબી લાઈનો પડી જવા પામી હતી અને મુસાફરો પણ અટવાયા હતા.તો જીલ્લા પોલીસવડા સંદિપસિંઘની પણ ગાડી ચક્કાજામમાં ફસાઈ હતી.

Related posts

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

લ્યો બોલો! ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!