GSTV

સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમ બંધ હોવાના કારણે 8 મૃતદેહોને રાખ્યા અહીં, આવવા લાગી ભયંકર દુર્ગંધ

બ્લેક

Last Updated on June 5, 2020 by Arohi

ભરૂચના દહેજ પંથકની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ આ મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમ બંધ હોવાના કારણે આખી રાત પંખાના સહારે રાખવાની ફરજ પડી હતી. મૃતદેહોમાંથી વધુ દુર્ગંધ ન આવે તે માટે તાબડતોબ લાકડાની શબપેટીઓ તૈયાર કરાવી બરફ સાથે પેક કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ મૃતકોને તેના પરિવારજનો સ્વીકારે તે માટે કંપની સત્તાધીશોએ તેઓના પરિવાર સાથે હોટલોમાં મિટિંગ શરૂ કરી હતી.

ભયંકર બ્લાસ્ટમાં આઠ કામદારોનું મોત નિપજ્યું હતુ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં  આવેલા  દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતા કંપનીના આઠ કામદારોનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતુ. બ્લાસ્ટની ઘટનાથી આસપાસની કંપનીઓ અને ગ્રામજનોને સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા

બ્લાસ્ટ પછી વિનાશક આગની ઘટના બાદ કંપની સંકુલમાંથી મળેલા મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમ ઘણા સમયથી બંધ હોવાથી મૃતદેહોને પંખા નીચે મૂકી રાખવાની ફરજ પડી હતી. આ મૃતદેહોમાંથી સવારે તીવ્ર દુર્ગંધ આવતાં વહેલી સવારથી જ મૃતકોને તેઓના પરિવારજનોને આપવા માટે કંપની સત્તાધીશોએ દોડધામ શરૂ કરી હતી, પરંતું મૃતકના પરિવારજનો વળતર વિના મૃતદેહો સ્વીકારવા તૈયાર ન હતા. જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલનો કોલ્ડ રૂમ બંધ હોવાના કારણે આઠે મૃતદેહોને શબ પેટીમાં બરફ મુકીને  પેક કરવાની ફરજ પડી હતી.

મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા

ભરૂચ સિવિલ હોસ્પિટલ હંમેશા કોલ્ડ રૂમના મુદ્દે વિવાદમાં રહી છે. ઘણા સમયથી સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમ  બંધ હોવાના કારણે બિન વારસી મૃતદેહ તેમજ અન્ય મૃતદેહોને સાચવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલ્ડ રૂમના અભાવે બિન વારસી લાશોનો તાબડતોબ નિકાલ કરી દેવામાં આવે છે. જેના કારણે બિન વારસી મૃતદેહના અંતિમ સંસ્કાર તેઓના વાલી વારસો કરી શકતા નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી હોવા છતાં હંમેશા  કોલ્ડ રૂમના મુદ્દે વારંવાર વિવાદ રહે છે.

Read Also

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

મહામારીમાં ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ધરખમ ફી વધારાની માંગ કરી, 10થી 54 ટકાનો માંગ્યો વધારો! વાલીઓ રહેજો તૈયાર

pratik shah

મોદીએ ગુજરાતને ઠેંગો બતાવ્યો: ગુજરાત કરતાં મહારાષ્ટ્ર-રાજસ્થાન પર કેન્દ્ર સરકાર ફિદા, ગુજરાતને માત્ર 72 કરોડ ફાળવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!