ભરૂચના વેપારીનું સાઉથ આફ્રિકામાં મોત, લા૫તા થયા બાદ મૃતદેહ મળ્યો

વિદેશમાં વધી રહેલા ભારતીયોના મોતની ઘટનાઓ અહી રહેતા પરિવારજનો અને સંબંધીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. વધુ એક આવા જ બનાવમાં વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચના વેપારી લા૫તા બન્યા બાદ તેનો મૃતદેહ મળ્યો હોવાની વિગતો સાં૫ડી છે. જેના ૫ગલે અહી વસવાટ કરતા તેમના ૫રિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચના વેપારી સલીમભાઇનો મૃતદેહ મળતા અહીં રહેતા પરિવારજનો સંતાપમાં ગરકાવ થયા છે. ભરૂચના વેપારી સલીમ પટેલ સાઉથ આફ્રિકામાં પોતાના ઘરથી ૪૦ કિલોમીટરના અંતરે દુકાન ચલાવતા હતા. બુધવારની સાંજે તેમની પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી હતી. બાદમાં તેઓ લાપત્તા થયા હતા. તેવામાં તેમનો મૃતદેહ મળતા પરિવાજનો પર આભ તૂટી પડ્યુ છે.

તેમના નિધનના અહેવાલને લઈને ભરૂચ ખાતેના નિવાસ સ્થાને પરિવારજનો પહોંચ્યા હતાં અને પરિવારની દુઃખની ઘડીમાં સહભાગી થયા હતાં. સલીમ પટેલ સાથે રહેતા ઈનાયત હાલ ગુજરાતની મુલાકાતે  છે. તેમણે ત્યાં ભારતીયો પર વધી રહેલા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે કલેક્ટર મારફત ભારતના વડાપ્રધાન અને વિદેશમંત્રીને ૫ત્ર પાઠવીને આફ્રિકામાં ભારતીયોના મોતની વધી રહેલી ઘટના બાબતે અસરકારક ૫ગલા લેવાની માગણી કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter