GSTV
Gujarat Government Advertisement

ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા

Last Updated on January 25, 2021 by Pritesh Mehta

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી તેજ બની છે. છોટુભાઈ વસાવાની બી.ટી.પી સાથે ગઠબંધન કરી ગુજરાતમાં પ્રથમ વખત અસુદ્દીન ઔવેશીની પાર્ટી AIMIM ચૂંટણી લડી રહી છે. જે માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

AIMIM

ભરૂચમાં AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલિવાલા,જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ ઉપસ્થિત રહી કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી અને સંગઠનલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ ભરૂચ જીલ્લાની પાલિકા અને પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. બીટીપી સાથે પાલિકાથી પાર્લામેન્ટ સુધી ચૂંટણી લડવાનું જણાવાયું હતું. સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો પાસે જવાની યોજના બનાવી છે. ભાજપના ગુજરાત મોડેલના બલુનમાં AMIM પંચર પાડશે. તેવી આશા વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!