GSTV

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Last Updated on October 28, 2021 by Zainul Ansari

તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે પેટ્રોલ ભરાવતા સમયે અથવા ગેસ રિફિલ કરાવતા સમયે વાહનમાં વિસ્ફોટ થયો અથવા આગ લાગી ગઈ. તેને લગતા વીડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. આવું જ કઇ ક ભરૂચમાં થયુ. ભરૂચના નર્મદા ચોકડી પર એક સીએનજી સ્ટેશન પર ગેસ ભરાવતા સમયે કારની ટેન્કમાં વિસ્ફોટ થયો, જેનાથી અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકશાન નથી થયુ. આ ઘટનામાં સુરતના પરિવાર અને સીએનજી પેટ્રોલ પંપ પરના કર્મચારીઓનો ચમત્કારિક બચાવ થયો.

ઘટનાની જાણકારી મુજબ સુરતના હરિકૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાક્ટર નરેન્દ્ર વિનુભાઈ ખત્રા બુધવારે રાત્રે પોતાની હોન્ડા જાઝ કારમાં સુરતથી વડોદરા જઈ રહ્યા હતા. 11.50 કલાકે તેઓ ભરૂચના નર્મદા ચોકડી પર આવેલા ગુજરાત ગેસ સીએનજી સ્ટેશન પર રિફ્યુઅલ કરવા ગયા હતા. કારમાં સીએનજી ભરવામાં આવી રહી હતી ત્યારે અચાનક ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. સીએનજી ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થતાં કારના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ગેસ ભરતી વખતે વાહનમાં કોઈ ન હોવાથી તમામ લોકો સલામત રીતે બચી ગયા હતા. તેમજ રાત્રીનો સમય અને ગેસ સ્ટેશન પર વાહનો ઓછા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કાર ચાલકો માટે તેને ચેતવણીરૂપ કિસ્સો ગણી શકે છે. જો આવા સમયે ધ્યાન રાખવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. સદ્નસીબ ઘટના સમયે વાહનની અંદર કોઈ નહોતું, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે પેટ્રોલ પંપ માલિકની સલાહ બાદ પણ લોકો કારમાંથી નીચે ઉતરતા નથી.

Read Also

Related posts

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!