GSTV
Home » News » ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે ભોજન કરવા પર સાવિત્રીબાઈ ફુલેએ આપ્યું વિવાદિત નિવાદન

ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે ભોજન કરવા પર સાવિત્રીબાઈ ફુલેએ આપ્યું વિવાદિત નિવાદન

ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે ભોજન કરવાના વધતા ચલણ વચ્ચે પાર્ટીના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ આને એક ઢોંગ ગણાવ્યો છે અને બહુજન સમાજનું અપમાન ગણાવ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તાજેતરમાં દલિતોના ઘરે ભોજન કરવાના મામલે સર્જાયેલા વિવાદ સંદર્ભે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં બહરાઈચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે ભારતના બંધારણમાં જાતિ વ્યવસ્થા સમાપ્ત કરીને સૌને સમાન જિંદગી જીવવાનો અધિકાર આપ્યો છે. પરંતુ આજે પણ અનુસૂચિત જાતિ પ્રત્યે લોકોની માનસિકાત સાફ નથી.

સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે તેથી જ આવા લોકો અનુસૂચિત જાતિના લોકોના ઘરે ભોજન માટે જાય છે. પરંતુ તેમનું બનાવેલું ભોજન ખાતા નથી. તેમના માટે વાસણો પણ બહારથી આવે છે. બહારથી ભોજન પણ આવે છે તેઓ જ પિરસે છે.

દેખાડા માટે દલિતોના દરવાજે ભોજન ખાઈને ફોટા પડાવે છે અને તેને વ્હોટ્એપ, ફેસબુક પર વાઈરલ કરવાની સાથે ટેલિવિઝન ચેનલો પર આવી તસવીરો દ્વારા વાહવાહી લૂંટવામાં આવે છે. આનાથી આખા દેશના બહુજન સમાજનું અપમાન થઈ રહ્યું છે. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ સલાહ આપી છે કે જ્યારે દલિતોના હાથે બનાવાયેલું ભોજન ખાવામાં આવે અને ખુદ પોતાના વાસણો ધોવે તો તેવો દલિત પ્રેમની વાત માનશે.

તેમણે કહ્યુ છે કે જો અનુસૂચિત જાતિના લોકોનું સમ્માન વધારવું હોય તો તેમના ઘરે ભોજન કરવાના સ્થાને તેમના માટે રોટી, કપડા, મકાન અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે સરકાર સમક્ષ માગણી કરી છે કે અનુસૂચિત જાતિના લોકો માટે નોકરીઓનું સર્જન કરવામાં આવે. માત્ર ભોજન કરવાથી અનુસૂચિત જાતિના લોકો તમારી સાથે નહીં જોડાય.

સાવિત્રીબાઈ ફુલેએ કહ્યુ છે કે અનુસૂચિત જાતિના લોકો માટે આજે પણ હીન ભાવના જોવા મળે છે. તેઓ સાંસદ છે અને તેમને ભાજપના સાંસદના સ્થાને દલિત સાંસદ કહેવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દલિત રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. શું આ અનુસૂચિત જાતિના લોકોનું અપમાન નથી

મહત્વપૂર્ણ છે કે અનામત મામલે ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચુકેલા સાવિત્રીબાઈ ફુલેએ લખનૌ ખાતે થોડા દિવસો પહેલા ભારતીય સંવિધાન અને આરક્ષણ બચાવો મહારેલીનું આયોજન કરીને સરકાર માટે અસહજ સ્થિતિ પેદા કરી દીધી હતી.

 

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!