ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ધમાલ મચાવવા ટીવી સેલેબ્સ ગોવા પહોંચ્યા છે. ગોવામાં અન્ય ટીવી સેલેબ્સ સાથે તેમણે કરેલી પૂલ પાર્ટીની ધમાકેદાર તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

ભારતી અને હર્ષના લગ્નની તમામ સેરેમની અને ફંક્શન ગોવાની લક્ઝરી હોટલ Adamo The Bellusમાં થઇ રહ્યાં છે.
તેમના લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે ટીવી સેલેબ્સ ગોવા પહોંચ્યા હતા અને તેમણે પણ પૂલ પાર્ટીમાં ધમાલ મચાવી હતી.
ભારતી અને હર્ષની પૂલ પાર્ટીમાં ટેલીવિઝનની હોટ અભિનેત્રીઓ આશા નેગી, પૂજા બેનર્જી અને સનાયા ઇરાનીએ પણ હાજરી આપી હતી.
પૂલ પાર્ટીમાં એક્ટ્રેસ પૂજા બેનર્જી, ઋત્વિક ધંજાની, સનાયા ઇરાની, આશા નેગી જેવા અનેક ટીવી સેલેબ્સ પહોંચ્યા હતાં. પોતાના મિત્રો સાથે ભારતી અને હર્ષે પણ આ પૂલ પાર્ટી એન્જોય કરી હતી.
ભારતી અને હર્ષના લગ્ન વચ્ચે કોમેડી શો ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ના અનેક કલાકારો પણ ગોવા પહોંચ્યાં હતાં.
જાણીતા કોમેડિયન ક્રિષ્ના, કાશ્મીરા સાથે અને બિગબોસની કંટેસ્ટન્ટ રહી ચુકેલી મોનાલીસા પોતાના પતિ વિક્રમ સાથે ગોવા પહોંચી હતી. તસવીરોમાં આ બંને કપલની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.