ફેમસ કૉમેડિયન ભારતી સિંહ આ વર્ષના અંત સુધીમાં પોતાના બૉયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કરવાની છે. તાજેતરમાં બંનેએ સગાઇ કર્યાના સમાચાર આવ્યા બાદ ભારતી સિંહએ કહ્યુ કે, આ સગાઇની નહીં પણ રોકાની ફોટો છે.
ભારતી અને હર્ષ બંને ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’માં ભાગ લીધો હતો, પરંતુ જજ તરફથી ઓછા પોઇન્ટ્સ મળવાને કારણે આ જોડી અધવ્ચચે બહાર થઇ ગઇ હતી. ભારતી અને હર્ષે કૉમેડી શો ‘કૉમેડી સર્કસ’માં એક સાથે કામ કર્યુ હતુ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યુ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતી સિંહ જણાવ્યુ કે, હું વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરવા જઇ રહી છું. કોઇ પણ નૉર્મલ ગર્લની જેમ મારું પણ એક સપનું છે કે મારા લગ્ન દરેક રીત-રિવાજ પ્રમાણે થાય. અમારા લગ્નની તારીખ 30 નવેમ્બર, 3 અથવા તો 6 ડિસેમ્બર નીકળી છે. પણ હજુ આ ત્રણેયમાંથી એક ડેટ ફાઇનલ કરવાની બાકી છે.હું ઇચ્છું છું કે બંને પરિવારજનોની સાથે અમારા મિત્રો પણ અમારા લગ્નમાં આવે.”
ભારતીને જ્યારે લગ્ન તૈયારીઓ માટે પૂછવામાં આવ્યુ ત્યારે કહ્યુ કે, ”લગ્નમાં તે ડિઝાઇનર ચોલી પહેરશે. મારા લગ્ન પજાંબ, મુંબઇ અથવા તો ગોવામાંથી કોઇ એક જગ્યાએ થશે.”
ભારતીએ હર્ષ વિશે જણાવ્યુ કે, ”હું ખૂબ લકી છું કે મને આ લાઇફ પાર્ટનર મળશે. જે ખૂબ સમજુ છે, જ્યારે તેને લગ્ન માટે ખર્ચો સ્પિલ્ટ કરવાની વાત કરી ત્યારે મને પ્રાઉન્ડ ફિલ થયું.”
હાલમાં ભારતી સિંહ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં કામ કરી રહી છે.