ટીવી શોની પ્રખ્યાત કોમેડીયન ભારતી સિંહ ડ્રગ્સના કેસમાં સંડોવાઈ છે ત્યારથી તેની કરિયર પર પણ અસર પડી છે. હવે એવા સમાચાર આવ્યા છે કે ભારતીસિંહને કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવામાં આવી છે. કપિલ શર્મા શોના મેકર્સે એમ કહ્યું છે કે આ શો એક ફેમિલી શો છે અને તે કોઈ સાથે વિવાદમાં સંકળાવા માગતા નથી. આ જ કારણોસર ભારતની શોમાંથી હાંકી કઢાઈ હોવાનું મનાય છે.

કીકુ સારદાએ પહેલી વાર આ વિવાદ પર પોતાનું રિએક્શન આપ્યું
જોકે કપિલ શર્માના મેકર્સે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી જ અત્યાર સુધી આ અંગે માત્ર અટકળો જ કરવામાં આવી રહી છે પણ ભારતી સાથે કામ કરનારા કીકુ સારદાએ મહત્વની વાત કરી છે. કીકુ સારદાએ પહેલી વાર આ વિવાદ પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે કહ્યું હતું કે છેલ્લે જ્યારે શૂટિંગ થયું ત્યારે ભારતીસિંહ સેટ પર હાજર ન હતી.

અમે કાલે શૂટિંગ કર્યું હતું પણ ભારતી હાજર ન હતી છતાં અમને આશ્ચર્ય થયું નહીં
તેણે કહ્યું કે અમે કાલે શૂટિંગ કર્યું હતું પણ ભારતી હાજર ન હતી પણ અમને આશ્ચર્ય થયું નહીં કેમ કે મોટા ભાગે તો તે અમારી સાથે શૂટિંગ કરતી નથી. ભારતીને હાંકી કાઢવાની વાત પર કીકૂએ જણાવ્યું હતું કે મને આ અંગે જાણકારી નથી પણ મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કાંઈ કહ્યું નથી.
ડ્રગ્સ કેસમાં પતિ પત્નીની કરાઈ હતી ધરપકડ
એવા અહેવાલ છે કે કપિલ શર્માના મેકર્સ ભારતીના આ વિવાદથી જરાય ખુશ નથી. તેઓ ભારતીને શોમાંથી બહાર કાઢવાના મૂડમાં નથી પણ તેમની મિત્રનો સાથ આપવાના મૂડમાં છે. ગયા સપ્તાહે ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાને નિવાસે એનસીબીએ દરોડો પાડીને ગાંજો પકડી પાડ્યો હતો. આ કેસમાં બંનેની ધરપકડ કરાઈ હતી પરંતુ ત્યાર બાદ તેમને જામીન મળી ગયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!
- બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ
- બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ
- સુરતીલાલાઓ ચેતી જજો! સુરતના જાહેર માર્ગ પર ફરી રહ્યો છે ‘યમરાજ’, લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા!