GSTV

BIG BREAKING/ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

તાજેતરમાં જ એક મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંમ્બાચિયાને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જણાવી દઈએ કે, ભારતી અને હર્ષ પર ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. ગત દિવસોમાં તેના ઘરેથી મોટી માત્રામાં ગાંજો પણ ઝડપાયો છે.

મુંબઈની કિલા કોર્ટમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ભારતી અને હર્ષ પર ગાંજો લેવાનો આરોપ છે અને બંનેને એનડીપીએસ એક્ટની કલમ 27 અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યા છે.

કોમેડિયન ભારતી સિંહ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેના પતિ અને ટીવી એંકર હર્ષ લિમ્બાચિયાને પણ રવિવારે ધરપકડ કરવામાં આવ્યો હતો. હર્ષ લિમ્બાચિયાના ઘરેથી 86.5 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી લેવામાં આવ્યો હતો. હર્ષ અને ભારતી બંનેએ પોતાની ઓફિસ અને એનસીબીના દરોડમાં નશીલા પદાર્થોનું સેવન કરતા હોવાની વાત માની હતી.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડમાં સતત ડ્રગ્સ કનેક્શન અને આ મામલે એનસીબી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. જેને લઈને બોલિવૂડના કેટલાય ઠેકાણા પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. બોલિવૂડના કેટલાય સ્ટાર સાથે પૂછપરછ થઈ રહી છે. ત્યારે જ આ કડીમાં હવે ભારતી અને હર્ષ પણ ફસાયા છે.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!